થરા કાંકરેજ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજનું ગૌરવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-05 11:02:53
  • Views : 550
  • Modified Date : 2019-04-05 11:02:53

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામાં આવેલ શ્રીમતી કે.કે.શાહ આર્ટસ એન્ડ શ્રીમતી એલ.બી.ગુંજારીયા કોમર્સ કોલેજ નવ નિયુક્ત પ્રિન્સિપાલ ડોક્ટર ડી.એસ.ચારણની નિયુક્તિ થતાં કોલેજમાં નવો બદલાવ જોવા મળી રહ્યો છે. શૈક્ષણિક તેમજ વિધાર્થીઓને નવું માર્ગનદર્શન પીરસી રહ્યા છે. જેઓના માર્ગદર્શન હેઠળ થરાની ગૌસ્વામી હેતલબેન હરદેવપૂરી- રૂવેલ  સ.ને.૨૦૧૮ના વર્ષ દરમ્યાન લેવાયેલી બી.એ.અર્થશાસ્ત્ર વિષય સાથે, ચૌહાણ અરવિંદકુમાર બાબુભાઈ પાદર બી.એ.સંસ્કૃત વિષય સાથે, પરમાર કપિલાબેન અમૃતલાલ રાનેર  એમ.એ.અર્થશાસ્ત્ર વિષય સાથે  પરીક્ષા પાસ કરતા સમગ્ર હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં સૌથી વધુ ગુણ મેળવી ગોલ્ડ મેડલ મેળવી થરા કોલેજ તથા તેના પરિવારનું ગૌરવ વધારેલ છે. તે બદલ થરા કોલેજ પરિવારે શુભેચ્છા પાઠવેલ.


Download Our B K News Today App



Related News