થરા જીવદયા સેવા સમિતી દ્વારા ઘાયલ પક્ષીઓની સારવાર કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-17 14:13:52
  • Views : 401
  • Modified Date : 2020-01-17 14:13:52



જાન્યુઆરી સૂર્યનું મકર રાશિમાં પ્રવેશ ધનાર્ક કમુરતા ઉતરવાને સૂર્યનું ઉતર તરફ પ્રયાણથી ઉતરાયણ મકરસંક્રાંતિ પર્વની ઉજવણી પતંગોત્સવથી થાય છે. ઉંચા ધાંઘાટ વહેલી સવારથી મોડી રાત સુધી પતંગ રસીયાઓ પતંગ દાવ પેચનો આનંદ લૂંટે છે. તો જીવસૃષ્ટિમાં પક્ષીઓ પોતાના બચ્ચાનો નિભાવ કરવા આકાશમાં વિહરીને ખોરાક પાણી શોધવા સવાર-સાંજ મોટી સંખ્યામાં નીકળે છે. કબૂતર, ચકલી, હોલા,  બગલા, સમડી જેવા 

પક્ષીઓ પતંગ બાજોની દોરીનો ભોગ બનીને ઘાયલ થાય છે. ત્યારે સારવાર ના મળતા મૃત્યુ પણ પામે છે. ઘાયલ પક્ષીઓનો જીવ બચાવવા જાન્યુઆરી ૨૦૨૦ ને મંગળવારના રોજ સવારે થરા ગોકુળનગર સોસાયટીના નાકે જીવદયા સેવા સમિતી થરા દ્વારા ઉણ સોનગઢા ગોગા મહારાજના ભુવાજી રમેશભાઈ, થરા માર્કેટયાર્ડના ચેરમેન અણદાભાઈ, તાણા સરપંચ ગિરીશભાઈ, ગુજરાત ગૃહ ગ્રામનિર્માણ બોર્ડના પૂર્વ ડિરેક્ટર અચરતલાલ, રફીકભાઈ  એડવોકેટ થરાના વરદ હસ્તે રીબીન કાપી કેમ્પને ખુલ્લો મૂક્યો હતો. આ કેમ્પ વર્ષના ૩૬૫ દિવસ ખુલ્લો રાખવામાં આવે છે. આ કેમ્પમાં કુતરા માટે રોટલી, ગાય માટે ઘાસ અને પાણીના કુંડા, કુતરા માટે ચાટ, પક્ષીઓ માટે માળા, પક્ષીઓ માટે પાણીના કુંડા વગેરે સેવાકીય કાર્યો કેમ્પમાં કરવામાં આવે છે. થરા એ.પી.એમ.સી. થરાના ચેરમેન અણદાભાઈ નાની ઉંમરમાં આ ઉમદા અને સેવાકીય કાર્ય કરવા બદલ હરીભાઈ તથા સેવા સમિતીના દરેક કાર્યકર્તાને બિરદાવ્યા હતા અને અભિનંદન આપ્યા હતા. આ કાર્યક્રમ કરવાથી તાલુકાના જીવદયા પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને લોકો દ્વારા તેમાં ઉદારહાથે દાનની સરવાણી વહાવવામાં આવી હતી. આ કેમ્પમાં વેટરનરી ડોક્ટર અને પશુધન નિરીક્ષક મનોજભાઈ દ્વારા આ કેમ્પમાં સેવા પુરી પાડવામાં આવી હતી. અત્યાર સુધીમાં ૩૨ કબૂતર, ૧૩ હોલા, ૩ 

પોપટ, ૧૯ કાબર, ૭ ચકલી મળી આવેલ. ઘાયલ પક્ષીઓને સારવાર બાદ સ્વસ્થ તથા ઉડાવી દેવામાં આવેલ. વધુ ઘાયલ ૧૦ કબૂતર અત્યારે પાંજરામાં સારવાર હેઠળ છે. થરા માર્કેટયાર્ડના ચેરમેન 




Download Our B K News Today App



Related News