ડીસામાં અડધો ડિગ્રી ઘટીને ઠંડીનો પારો 11.2 ડિગ્રી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-17 14:34:05
  • Views : 674
  • Modified Date : 2019-12-17 14:34:05

ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાની અસર શરૂ થતાં રવિવારે ડીસામાં લઘુતમ તાપમાનનો પારો અડધો ડિગ્રી ઘટીને 11.2 ડિગ્રી પહોંચ્યો હતો. હવામાન વિભાગના મતે સોમવારે હજુ પણ ઠંડીનું પ્રમાણ વધશે. દેશના ઉત્તર ભાગમાં હિમવર્ષા થતાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર શરૂ થઈ ગઈ છે. જેના કારણે દિવસેને દિવસે લઘુત્તમ તાપમાનનો પારો ગગડતો જાય છે. રવિવારે વહેલી સવારથી જ ઠંડીની અસર વર્તાઈ હતી. ડીસામાં દિવસનું તાપમાન 25.2 ડિગ્રીની સાથે 1.4 ડિગ્રીમાં ઘટાડો થયો હતો. જ્યારે રાત્રીનું લઘુત્તમ તાપમાન 11.2 ડિગ્રી સાથે 0.4 ડિગ્રીમાં ઘટાડો નોંધાતાં ડીસા ઉત્તર ગુજરાતનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું હાડ થીજવતી ઠંડીના કારણે જનજનજીવન પ્રભાવિત બન્યું હતું. ઉત્તર ગુજરાતમાં સોમવારે લઘુત્તમ તાપામન ઘટવાની સાથે ઠંડીના પ્રમાણમાં વધારો નોંધાશે તેમ હવામાન વિભાગે જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News