૨૮-૨૯ ડિસેમ્બરે ગુજરાતમાં કાતિલ ઠંડીની આગાહી કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-25 11:15:36
  • Views : 269
  • Modified Date : 2020-12-25 11:15:36

ફરી એકવાર રાજ્યભરમાં કાતિલ ઠંડીના ચમકારા માટે તૈયાર રહેવું પડશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ અરબી સમુદ્રમાં લૉ પ્રેશર સક્રિય થયું છે. જેના કારણે દરિયામાં મોટો કરંટ જાેવા મળી રહ્યો છે. હવામાન વિભાગે માછીમારો માટે એલર્ટ જાહેર કર્યું છે, જેમાં રાજ્યના નાના-મોટા તમામ માછીમારોને દક્ષિણ અરબી સમુદ્રમાં ન જવા સૂચના આપી દેવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે બે દિવસ આવું તાપમાન રહેશે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આગામી ૨૮ અને ૨૯ ડિસેમ્બરે ગુજરાતમાં કાતિલ ઠંડી વધશે, જેથી લોકો ફરી એકવાર કાતિલ ઠંડીનો સામનો કરવા માટે જણાવ્યું છે. છફેરફાર નહીં થાય. પરંતુ ત્યારબાદ ૨૫ ડિસેમ્બરથી ઠંડીમાં વધારો થવાની આગાહી છે. જ્યારે આગામી ૪૮ કલાક દરમિયાન કોલ્ડવેવની કોઈ જ આગાહી નથી. નલિયામાં પણ કોલ્ડવેવની આગાહી પરત લેવાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ઠંડીનુ પ્રમાણ યથાવત રહ્યું છે. અમદાવાદ શહેરમાં ઠંડીનો પારો ૨.૩ ડિગ્રી ગગડ્યો હતો. જ્યારે રાજ્યના અન્ય શહેરોમાં ઠંડીનો પારો અડધાથી લઈને એક ડિગ્રી સુધી ઉચકાયો હતો. ગુજરાતમા મંગળવારે સૌથી વધુ ઠંડી નલિયામાં નોંધાઈ હતી. નલિયામાં ઠંડીનો પારો ૮.૮ ડિગ્રીએ અટક્યો હતો. અમદાવાદમાં એક જ દિવસમમાં ગગડેલા ૨.૩ ડીગ્રીને કારણે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. વર્તમાન શિયાળા ઋુતુમાં અમદાવાદમાં નોંધાયેલ ઠંડીનુ પ્રમાણ સૌથી ઓછુ છે. ગુજરાતમાં આજ રાતથી લઘુત્તમ તાપમાન ગગડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતથી આગળ વધતા ઠંડીનું પ્રમાણ વધશે. ૩ દિવસ કડકડતી ઠંડી
પડવાની હવામાનની આગાહી છે.

Download Our B K News Today App



Related News