બનાસકાંઠાના ડીસામાં આજે ઠાકોર સેનાની જિલ્લા કારોબારી ની બેઠક હતી જેમાં ઠાકોર સેના ના સુપ્રીમો અલ્પેશ ઠાકોર હાજર રહ્યા હતા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-05 12:06:28
  • Views : 288
  • Modified Date : 2021-07-05 12:06:28

     ચૂંટણી નજીક આવતા જ ફરી બનાસકાંઠા માં ઠાકોર સેના જાગૃત બની રહી છે. આજે જિલ્લા ઠાકોર સેના ની કારોબારી બેઠક ડિસા પાસે ભાજપ ના અગ્રણી અને પાર્ટી થી નારાજ લેબજી ઠાકોર ના કોલ્ડસ્ટોરેજ પર યોજાઈ હતી જેમાં ઠાકોર સેના ના સુપ્રીમો અને પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર હાજર રહ્યા હતા.આ બેઠક માં જિલ્લાભર માંથી હજારો ઠાકોર સમાજ ના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત માં યોજાયેલ કારોબારી ની બેઠક માં સમાજ માં શિક્ષણ,સંગઠન અને વ્યસનમુક્તિ સાથે રાજનીતિ માં એકજૂથ થવાની ચર્ચા ઓ થઈ હતી.જોકે આડકતરી રીતે ભાજપ- કોંગ્રેસ ને ઠાકોર સમાજ ની કદર કરવા ચેતવણી આપી હતી  સાથે જ અલ્પેશ ઠાકોર એ જણાવ્યું હતું કે આ બેઠક માત્ર સમાજ ના હિત ને લઈને યોજાઈ હતી. ચૂંટણી ન હોય તોય બેઠક અને વ્યસનમુક્તિ ના કાર્યક્રમો ચાલુ રહેશે તેમ જણાવ્યું હતું સાથે મીડિયા એ ભાજપ પાર્ટી ગુજરાત કે બનાસકાંઠા માં ઠાકોર સમાજ ની અવગણના કરી હોય તેવું લાગી રહ્યું છે તે સવાલ માં અલ્પેશ ઠાકોરે પાર્ટી ને જરુર નહિ હોય તો જ અવગણના કરી રહી હોવાનો નિવેદન આપતા ફરી એકવાર અલ્પેશ ઠાકોર એ ભાજપ ને ચેતવણી આપી હોય તેવું નિવેદન આપ્યું હતું.

 

     આ બેઠક માં ઠાકોર સેનાના બનાસકાંઠા જિલ્લાના અગ્રણી મુકેસ ઠાકોર એ પણ સમાજ સંગઠન માટે બેઠક યોજાઇ હોવાનું જણાવી આગામી સમયમાં ચૂંટણી અંગે હવે રણનીતિ તૈયાર થશે તેવું જણાવ્યું હતું.

     ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે અલ્પેશ ફરી એકવાર બનાસકાંઠા માંથી હજારો કાર્યકરો એકઠા કરીને ઠાકોર સમાજ નું શક્તિ પ્રદર્શન શરૂ કર્યું છે ત્યારે આ વખતે ભાજપ માં જોડાયેલ અલ્પેશ ઠાકોર આગામી ચૂંટણી સુધી ભાજપ સાથે રહેશે કે પછી પરત ઘર વાપસી કરે છે તે જોવાનું રહ્યું પણ આજની બેઠક એ બનાસકાંઠા ના નેતાઓ માટે ચોક્કસ મુસીબત નો માર્ગ બની શકે છે.

Download Our B K News Today App



Related News