રોહિત સમાજનું મહાસંમેલન યોજાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-11 13:44:01
  • Views : 455
  • Modified Date : 2019-12-11 13:44:01

ડીસા તાલુકાના રાજપુર ખાતે ડીસાવળ પરગણા ૧૦૦ ગામ રોહિત સમાજનું મહાસંમેલન યોજાયું હતું.જેમાં સમાજના શૈક્ષણિક સંકુલ માટે જબરદસ્ત ચર્ચા વિચારણા કરવામાં આવી. સાથે સાથે સમાજના નવિન ટ્રસ્ટ અને દરેક વિસ્તારના પ્રતિનિધિત્વ સાથે સમાન તક અને સૌ સાથે રહે તથા કુરિવાજો, શૈક્ષણિક જાગૃતિ, ધાર્મિક જાગૃતિ, સમાજના બંધારણની કલમોમાં યોગ્ય ફેરફાર માટે ખુબ જ રસપ્રદ ચર્ચા કરવામાં આવી. આ પ્રસંગે અધ્યક્ષ સ્થાનેથી પંચ પટેલ બબાજી ભગવાનભાઈ પુનડિયાએ સમાજને ટેકનોલોજીના યુગમા આગળ વધવા વડીલો, બહેનો, માતાઓ, દીકરીઓને શિક્ષણ, સંસ્કાર, એકતા અંગે ભારપૂર્વક આગળ વધવાવિનંતીકરી હતી.  ઉપસ્થિત તમામ સમાજબંધુઓ અને બહેનો,માતાઓ,મહેમાનો માટે સુંદર અને સાત્વિક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.આ સંમેલનમાં સમાજના પંચ પટેલ બબાજી ભગવાનભાઈ પુનડિયા, નાગજીભાઈ બાવલેચા, જગમાલભાઈ હડિયલ, નાગરાજભાઈ, અમથાભાઈ વાઘેલા, મફાજી કલાજી, નાગજીભાઈ, ધર્માભાઈ, પ્રેમાભાઈ, પુરાભાઈ વારેચા, નાથાભાઈ પેછડાલ, હરિભાઈ સોલંકી, વિનોદભાઈ સોલંકી, આઈ.સી.ડાભી (પ્રેરક-વગતુબા ડાભી જ્યોતિ વિકાસ મંચ,બનાસકાંઠા) તથા સમાજમાંથી સમાજના વડીલો, યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સૌએ સમાજ સ્નેહમિલન સહિત સમાજના આગામી વિકાસ માટે પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.  આ કાર્યક્રમને સફળ બનાવવા અશોકભાઈ ધરમાણી, દિનેશભાઈ બી.પુનડિયા, જગશીભાઈ પુનડિયા, વિરમાભાઈ, મણીલાલ પુનડિયા, દિપકભાઈ સોલંકી, હર્ષદભાઈ સોલંકી, મથુરભાઈ પરમાર, રાજુભાઈ ડાભી વગેરેએ ખુબ જ જહેમત ઉઠાવી હતી.



Download Our B K News Today App



Related News