કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા ડીસા પહોંચતાં ઠાકોર સમાજના કાર્યકરોએ સ્વાગત કર્યું; સમાજને જ ટિકિટ આપવાની સ્પષ્ટ માગ કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-11-02 14:10:19
  • Views : 319
  • Modified Date : 2022-11-02 14:10:19

 

કોંગ્રેસની પરિવર્તન યાત્રા મોડી સાંજે ડીસા પહોંચતા ડીસા રિજમેન્ટ રોડ પર ઠાકોર સમાજના કાર્યકરોએ યાત્રાનું સ્વાગત કરી ડીસામાં ઠાકોર સમાજને જ ટિકિટ આપવાની સ્પષ્ટ માંગ કરી હતી. ઉપરાંત જો પાર્ટી ડીસામાં ઠાકોર સમાજની અવગણના કરશે તો પાર્ટીએ હારનો સામનો કરવો પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

 

ઠાકોર સમાજના ઉમેદવારને જ ટિકિટ આપવાની સ્પષ્ટ માંગ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસે રાજ્યભરમાં પરિવર્તન યાત્રા શરૂ કરી છે. ત્યારે આજે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ ચૌધરીની સોલંકીની આગેવાની હેઠળ પરિવર્તન યાત્રાએ બનાસકાંઠામાં પરિભ્રમણ કર્યું હતું. જેમાં યાત્રા મોડી સાંજે ડીસા આવી પહોંચતાં ડીસાના રીઝમેન્ટ રોડ પર ઠાકોર સમાજના અગ્રણીઓએ પરિવર્તન યાત્રાનું સ્વાગત કર્યું હતું. સ્વાગત બાદ ઠાકોર સમાજના અગ્રણીઓએ ભરતસિંહ સોલંકી સમક્ષ ડીસામાં ઠાકોર સમાજના ઉમેદવારને જ ટિકિટ આપવાની સ્પષ્ટ માંગણી કરી હતી.

 

સમાજને ટિકિટ નહીં અપાય તો ઠાકોર સમાજ પાર્ટીથી વિમુખ થશે
સમાજના અગ્રણીઓ રજૂઆત કરી હતી કે ડીસામાં છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસે ઠાકોર સમાજને ટિકિટ આપી નથી. ડીસામાં 60 હજારથી વધુ મતદારો ધરાવતો ઠાકોર સમાજ હોવા છતાં પાર્ટીએ ડીસામાં સતત ઠાકોર સમાજની અવગણના કરી છે. પરંતુ જો આ વખતે પાર્ટી ઠાકોર સમાજને ટિકિટ નહીં અપાય તો ઠાકોર સમાજ પાર્ટીથી વિમુખ થશે અને પાર્ટીએ તેના ગંભીર પરિણામ ભોગવવા પડશે તેવી પણ ચીમકી ઠાકોર સમાજના અગ્રણી ભવાનજી ચંડીસરાએ કોંગ્રેસના નેતાઓ સમક્ષ ઉચ્ચારી હતી. જેને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પીનાબેન ઘાડિયાએ પણ સમર્થન આપ્યું હતું.

Download Our B K News Today App



Related News