દિયોદરમાં સી.એમ.વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને ઠાકોર સમાજની બેઠક યોજાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-19 05:00:40
  • Views : 700
  • Modified Date : 2019-04-19 05:00:40

સમગ્ર ગુજરાતમાં ચૂંટણી પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો છે. ત્યારે બનાસકાંઠા લોકસભા સીટ ઠાકોર મતદાર પ્રભુત્વ વાળી સીટ છે. ઠાકોર સમાજ જેની સાથે રહે તેની જીત પાક્કી મનાઈ રહી છે ત્યારે ભાજપથી ઠાકોર સમાજ નારાજ હોવાનું અને એમાંય કેશાજી ઠાકોર પોતે ટિકીટ માંગી હોવાથી તેઓને ટિકીટ ન મળતાં નારાજગીનો સુર ઉઠવા પામ્યો હતો. ત્યારે ગુજરાતના સી.એમ. દિયોદર આવ્યા હતા અને ઠાકોર સમાજની ગ્રુપ મીટિંગ કરીને
ઠાકોર સમાજને તમામ રીતે મદદરૂપ બનાવની ખાતરી આપી હતી. ભાજપના ઉમેદવાર પરબતભાઇ પટેલને જંગી બહુમતી વોટ આપી વિજય બનાવવા હાકલ કરી હતી.
આ પ્રસંગે તાલુકા જિલ્લાના ભાજપના આગેવાનો ઉપÂસ્થત રહ્યા હતા અને ઠાકોર સમાજના યુવાનોએ સી.એમ.  વિજયભાઈ રૂપાણીનું ઉમળકા ભેર સ્વાગત કરીને ભાજપને વોટ આપવાની ખાતરી આપી હતી. જ્યારે ભાજપના જિલ્લા પ્રમુખ કેશાજી ચૌહાણ પોતાના વક્તવ્ય દરમિયાન ગળગળા થઈ ગયા હતા. સી.એમ.ને ઠાકોર સમાજનો માન મોભો સચવાય તે રીતે મદદરૂપ અને ઠાકોર સમાજ ભાજપની સાથે રહેશે તેવી ખાતરી આપી હતી.

Download Our B K News Today App



Related News