સરસ્વતી તાલુકાના વડુ મુકામે ઠાકોર સમાજના સમુહલગ્ન યોજાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-19 10:56:04
  • Views : 491
  • Modified Date : 2019-05-19 10:56:04

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વડુ મુકામે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૩૪   નવદંપતિઓને પ્રભુતામાં પગલા પાડ્યા હતા. આ નવદંપતિઓને આશીર્વાદ આપવા પ.પૂ.સંત દોલતરામ મહારાજ, પ.પૂ.સંતદાસબાપુ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ અમિતભાઇ ચાવડા,
પાટણ પૂર્વ સાંસદ જગદીશભાઈ ઠાકોર, પાટણ ધારાસભ્ય કિરીટભાઇ પટેલ, કલોલ ધારાસભ્ય બળદેવજી ઠાકોર, વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર જેવા મહાનુભાવોએ આશીર્વાદ મેળવ્યા હતા.
 સતત ૧૩ વર્ષથી ઠાકોર સમાજના સમૂહ લગ્નનું આયોજન કરતા પાટણ બેતાલીસ ઠાકોર સમાજના પ્રમુખ અને સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર તથા ટ્રસ્ટ દ્વારા સમસ્ત સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ  સમુહલગ્નમાં વિવિધ દાતાઓ તરફથી ભેટ સોગાદો આપપવામાં આવી હતી.  આ ઉપરાંત આ સમૂહલગ્ન સ્થળ પર ઠાકોર સમાજના બેરોજગાર યુવાનો  માટે ૦% ડાઉનપેમેન્ટથી ઈક્કો તેમજ બોલેરો ગાડીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Download Our B K News Today App



Related News