ઠાકોર નેતાએ કરી વિવાદિત પોસ્ટ, લખ્યું- દીકરી અન્ય સમાજમાં લગ્ન કરે તો દૂધ પીતી કરી દો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-19 13:49:11
  • Views : 434
  • Modified Date : 2019-07-19 13:49:11

અખિલ ઠાકોર એકતા સમિતિના પ્રમુખ નવઘણજી ઠાકોર વિવાદિત પોસ્ટ ફેસબુક પર મૂકતા વિવાદ સર્જાયો છે. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, આપણા ક્ષત્રિય ઠાકોર સમાજની અન્ય સમાજમાં લગ્ન કરે તો આપનો (આપણો કહેવા માંગે છે) જૂનો રિવાજ અમલ કરો દીકરી દૂધ પીતી બસ.બનાસકાંઠાઃ દાંતીવાડાના 12 ગામોના ક્ષત્રિય ઠાકોર સમાજે કુંવારી છોકરીઓના મોબાઇલ રાખવા પર પ્રતિબંધ ફરમાવી દીધો હતો. ત્યારબાદ તેની રાજ્યથી લઈને રાષ્ટ્રીય લેવલે ચર્ચાઓ થઈ હતી. કોંગ્રેસ અને ભાજપના નેતાઓ આ મામલે ચૂપકિદી સેવી હતી. ત્યારે ફરી એજ મામલે દીકરીઓને લઈને ઠાકોર નેતાએ વિવાદિત પોસ્ટ કરીને મહિલાઓની ગરીમાનું હનન કર્યું હતું. દીકરીઓ અન્ય સમાજમાં લગ્ન કરે તો દૂધ પીતી કરી દેવાની સમાજના લોકોને આહવાન કરતી પોસ્ટ કરી હતી.


Download Our B K News Today App



Related News