સાંતલપુરમાં હત્યાના કેસમાં પોલીસની ઢીલી નીતિથી ઠાકોર સમાજ રોષ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-07 12:41:13
  • Views : 342
  • Modified Date : 2021-07-07 12:41:13

     પાટણ જિલ્લાના સાંતલપુરના રોઝુના રણમાં ઠાકોર સમાજના યુવકની કરુણ હત્યા કરી લાશને જંગલ વિસ્તારમાં ફેંકી દેવામાં આવી હતી. ત્યારે યુવક ઘરે નહીં આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી, પરંતુ યુવાન મળી નહિ આવતા હત્યારાઓ બે દિવસ પછી કચ્છ જિલ્લાના આડેસર પોલીસમાં હાજર થતા હત્યાનો ભાંડો ફૂટ્યો હતો. તે સમયે સાંતલપુર પોલીસ અને જિલ્લાની પોલીસ સ્થળ ઉપર દોડી આવી હતી. જોકે પરંતુ ફરિયાદ પોલીસે નોંધતા આરોપી મહિલાનું અને બીજા હત્યારાનું નામ દાખલ કરેલુ હતું તે બાબતની જાણ થતાં હત્યા થનારના ભાઈ ફરીયાદીને થતા આરોપીઓ સંડોવાયેલ હોઈ તેના નામ દાખલ કરવા ફરિયાદ આપી હતી.

     પરંતુ પોલીસ આરોપીઓના નામ દાખલ નહી થતા ઠાકોર સમાજ રોસે ભરાયો હતો અને આજે બહોળી સંખ્યામાં ન્યાય માટે ભેગા મળી કચ્છ કેસરી રઘુવીરસિંહ જાડેજા. ભારત હિન્દૂ યુવા સંઘઠન ના અધ્યક્ષ સહિત હિન્દૂ સંગઠન સહિતના ઘણા માણસો સહિત ન્યાય માટે આવેદનપત્ર આપી માંગણી કરવામાં આવી હતી.

     આરોપીઓના નામ દાખલ કરવા સ્થાનિક પી.એસ.આઈ સમક્ષ માગણી કરવામાં આવી હતી. અને જો બે દિવસમાં કાર્યવાહી નહિ થાય તો સમગ્ર ગુજરાતમાં અમે ન્યાય માટે લડીશું અને જરૂર પડ્યે ઉપવાસ ઉપર પણ ઊતરવાની અમારી તૈયારી બતાવી હતી.  ત્યારે પી.એસ.આઈ શુકલાએ આરોપીઓના નામો દાખલ કરવા પૂરેપૂરી ખાત્રી આપી હતી. પોલીસ બાબતે કેવા પ્રકારના પગલાં ભરે છે તે આવનાર સમય બતાવશે.

Download Our B K News Today App



Related News