૨,૦૦૦ વર્ષ જૂની થાઈ મસાજ વિધિને યુનેસ્કો હેરિટેજ યાદીમાં સ્થાન- થાઈ મસાજ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-26 15:36:10
  • Views : 1004
  • Modified Date : 2019-12-26 15:36:10

૨,૦૦૦ વર્ષ જૂની થાઈ મસાજ વિધિને યુનેસ્કો હેરિટેજ યાદીમાં સ્થાન- થાઈ મસાજ માંસપેશીઓના દુખાવા દૂર કરવા ઉપયોગી

- રેક્લાઇનિંગ બુદ્ધા સ્કુલે અત્યાર સુધીમાં બે લાખથી પણ વધારે લોકોને પ્રશિક્ષણ આપ્યું, ૧૪૫ દેશોમાં વ્યાપથાઈલેન્ડની પ્રસિદ્ધ ૨,૦૦૦ વર્ષથી પણ પ્રાચીન માલિશ(થાઈ મસાજ) નુઅદ થાઈએ યુનેસ્કોની હેરિટેજ યાદીમાં સ્થાન મેળવી લીધું છે. ભારતીય મૂળની આ મસાજ પદ્ધતિએ થાઈલેન્ડમાં અનેક સદીઓથી પ્રસિદ્ધિ મેળવી છે.નુઅદ થાઈ એ માલિશનું એક સ્વરુપ છે અને તે ૨,૦૦૦ વર્ષથી થાઈલેન્ડના ઈતિહાસનો હિસ્સો રહ્યું છે. જો કે, સમગ્ર વિશ્વમાં તેનો પ્રચાર, પ્રસાર ૧૯૬૨માં થાઈલેન્ડમાં રેક્લાઇનિંગ બુદ્ધા સ્કૂલનીશરુઆત થઈ ત્યાર બાદ થયો હતો.એક અહેવાલ પ્રમાણે વાટ ફો મંદિર પરિસરની અંદર આવેલી ધ રેક્લાઇનિંગ બુદ્ધા સ્કુલે બે લાખથી પણ વધારે માલિશ વિશેષજ્ઞોને પ્રશિક્ષિત કર્યા છે અને તેઓ વિશ્વના ૧૪૫ દેશોમાં હાલ સેવા આપી રહ્યા છે.નુઅદ થાઈ એ એક ગહન માલિશ છે જેમાં અંગૂઠા, કોણી, ઘૂંટણ અને પગની મદદથી શરીરને ઉંડાણપૂર્વક ખેંચવામાં આવે છે અને વાળવામાં આવે છે. માલિશના આ પ્રકારમાં શરીરના વિભિન્ન એક્યુપંક્ચર બિંદુઓને દબાવવામાં આવે છે જેથી લોહીનું પરિભ્રમણ ઝડપી બને છે અને માંસપેશીઓને લગતા દુખાવા દૂર થાય છે.ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિકરેક્લાઇનિંગ બુદ્ધા સ્કુલના ડિરેક્ટર પ્રીડા તાંગટ્રોંગચિટ્રના કહેવા પ્રમાણે થાઈ મસાજ પ્રશિક્ષણે અનેક લોકોને થાઈલેન્ડમાં બેરોજગારી સામે લડવામાં મદદ કરી છે. આ કામ માટે કોઈ વસ્તુની જરૂર નથી પડતી અને માત્ર હાથ તથા જ્ઞાન વડે સેવા આપી શકાય છે. ઉલ્લેખનીય છે કે, થાઈ મસાજ હાલ સમગ્ર વિશ્વમાં ખૂબ જ પ્રચલિત છે અને લંડન, ન્યૂયોર્ક, હોંગકોંગ જેવા દેશોમાં થાઈ મસાજના જાણકાર લોકો અઢળક કમાણી કરી રહ્યા છે.


Download Our B K News Today App



Related News