ગાંધીનગર કોર્પોરેશનમાં માત્ર ૫ મહિનામાં ૨૨ કરોડ રૂપિયા ટેક્સની આવક

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-02 12:07:56
  • Views : 322
  • Modified Date : 2020-09-02 12:07:56

ગાંધીનગર કોર્પોરેશનમાં ૨૦૧૯-૨૦ નો મિલકત વેરાનું કલેક્સન ૨૨ કરોડને આંબી ગયું હતું. ગાંધીનગર
કોર્પોરેશનમાં રહેણાક અને વાણિજ્ય ક્ષેત્રે મળીને કુલ ૨૨,૨૮,૯૦,૬૧૧ નું કલેકશન થયું છે. રહેણાંક મિલકતમાં કુલ ૫,૭૦,૩૧,૭૭૯ નો ટેક્સ ભરાયો છે. તેમજ વાણિજ્ય ક્ષેત્રનો કુલ ટેક્સ ૧૬,૫૮,૫૮,૮૩૨ આવ્યો છે. ૨૦૧૯-૨૦ વર્ષ દરમિયાન શહેરમાંથી ૩૨,૬૧૦ લોકોએ ટેક્સ ભર્યો છે
કોરોના મહામારીના
પગલે સરકારે વળતરની સ્કીમ મુકેલી હતી. જેમાં શહેરવાસીઓએ લાભ લઇ બાકી ટેક્સ ચૂકતે કર્યો હતો. જો મિલકત વેરાની ટેક્સની ૧ એપ્રિલથી ૩૧ ઓગસ્ટ સુધીના આંકડા જોઈએ તો મહત્તમ ટેકસ આ પાંચ મહિનામાં કોર્પોરેશને હાંસિલ કર્યો છે. આ પાંચ મહિના દરમિયાન રહેણાક વિસ્તારનો ટેક્સ ૪,૪૯,૭૮,૫૦૮ રૂપિયા આવ્યો છે. જ્યારે કોમર્શિયલમાં ૧૭,૯૨,૪૮,૪૫૨ રૂપિયા ટેક્સ આવ્યો છે. કુલ મળીને ૫ મહિનામાં ૨૨,૪૨,૨૬,૯૬૦ રૂપિયા ટેક્સ આવ્યો હતો. ગાંધીનગરમાં કુલ ૨૫,૮૫૪ લોકોએ આ ચાર મહિના દરમિયાન ટેક્સ ભર્યો છે. ૧૦ ટકા અને ૨૦ ટકા વળતર નાના ભાગમાં રહીશોને ટેક્સ ભરવામાં આંશિક મદદ પણ થઈ હતી. તે ઉપરાંત પાંચ ટકા મહિલાઓને પણ વિશેષ વળતર આપવામાં આવ્યું હતું. મહિલાઓને વિશેષ વળતર એટલે કે જે મિલકત મહિલાના નામે હોય તેમને વિશેષ પાંચ ટકા વળતર પણ આપવામાં આવ્યું હતું. ૧૦ ટકા વળતરની કિંમત કુલ ૧,૩૦,૨૪,૫૪૨ થઈ હતી. તેમજ ૨૦ ટકા વળતરની કિંમત કુલ ૧,૧૬,૧૮,૦૬૯ થઈ છે. અને ૫ ટકા મહિલાઓને વળતરની કિંમત કુલ ૪૮,૬૪૯ થઈ છે. ચાર મહિના દરમિયાન કુલ ૨,૬૩,૭૧,૨૧૩ રૂપિયાનું ઓનલાઈન કલેક્સન આવ્યું છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ગત વર્ષ કરતા પણ વધુ ટેક્સ માત્ર પાંચ મહિનામાં જ આવી ગયો છે. ગાંધીનગરની જાગૃત પ્રજાએ લોકડાઉનમાં પણ ટેક્સ ભરીને પોતાની ફરજ નિભાવી છે.

છાસવારે સ્ટ્રીટ લાઈટ બંધ થઈ જાય છે
ગાંધીનગર સ્માર્ટ સીટી તરીકે વિકસી રહ્યુ છે. નાગરીકો
પણ ખુલ્લા દિલે ટેક્ષની ચુકવણી કરી રહ્યા છે, ત્યારે તંત્ર દ્વારા નાગરીકોની પ્રાથમિક સુવિધા પર ક્યાંકને ક્યાંક ઉણી ઉતરતી હોય તેમ લાગે છે. છેલ્લા બે દિવસમાં ગાંધીનગર મોટાભાગના સેકટરોમાં સ્ટ્રીટ લાઈટ બંધ જોવા મળી હતી. રાત્રીના સમયમાં વરસાદની સાથે લાઈટો બંધ હોવાથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. છાસવારે બંધ થઈ જતી સ્ટ્રીટ લાઈટ મુદ્દે તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકોની માંગણી છે.
શહેરના આંતરિક અને મુખ્ય માર્ગો બન્યા છે કમરતોડ
ગાંધીનગર શહેરમાં છેલ્લા ચાર મહિનામાં અદ્યતન કહી શકાય તેટલો ટેક્ષ નાગરીકો દ્વારા ભરવામાં આવ્યો છે. પરંતુ તંત્ર તેની સામે સુવિધાઓને નામે ઠેંગો બતાવી રહ્યુ છે. શહેરના આંતરિક માર્ગોની સાથે મુખ્ય માર્ગોની હાલત એકદમ દયનીય થઈ ગઈ છે. લોકોને રસ્તા મુદ્દે મોટી હાલાકીનો સામનો કરવો
પડી રહ્યો છે. નાગરીકો પુરતો ટેક્ષ ભરે તો સામે સુવિધા પુરતી માગે તો નવાઈની વાત નહી.
કોર્પોરેશન વિસ્તાર વધશે તો ટેક્ષની આવક વધશે, સુવિધાઓ વધશે
ગાંધીનગર શહેરમાં કોર્પોરેશન વિસ્તાર વધારી દેવામાં આવ્યો છે ગાંધીનગર કોર્પોરેશનમાં પેથાપુરની સાથે અન્ય મોટા અને નાના ગામડાઓનો સમાવેશ કરી દેવામાં આવ્યો છે. અત્યાર સુધી ગામડાઓમાં જે કરવેરાની રકમ વસુલ કરવામાં આવતી હતી. તેના કરતા કોર્પોરેશનમાં જે વેરા વસુલાત કરવામાં આવશે તે વધારે છે. તંત્ર દ્વારા એવો દાવો કરવામાં આવે છે કે, ટેક્ષ વધશે પરંતુ પણ સુવિધાઓ વધશે. હાલની પરિસ્થિમાં તો તંત્ર અહી જ પુરતી સુવિધા આપી શકતુ નથી, ત્યારે વિસ્તાર વધશે ત્યારે શું થશે તે મુદ્દે પણ ચર્ચાઓ ચાલી રહી છે.

Download Our B K News Today App



Related News