બનાસકાંઠા ટેક્ષ પ્રેક્ટીશ્નર્સ એસોસિયેશનની વાર્ષિક સાધારણ સભા યોજાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-29 12:08:14
  • Views : 408
  • Modified Date : 2019-04-29 12:08:14

બનાસકાંઠા ડીસ્ટ્રીક્ટ ટેક્ષ પ્રેક્ટીશ્નર્સ એસોસિએશનની શુક્રવારે હાઈવે સ્થિત આવેલ એક હોટલમાં વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી હતી. જેમાં ૨૦૧૯/૨૦ના નવીન હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે ડીસાના નવિનભાઈ રાવલ, સેક્રેટરી સતીષભાઈ બનાવાલા, ખજાનચી જયેશભાઈ કાનુડાવાલાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. તેમજ નવા વર્ષની કમિટિ અને સલાહકાર સમિતિની રચના કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ટેક્ષ પ્રેક્ટીશ્નર્સ એસોસિએશનના સભ્યો હાજર રહ્યા હતા. આ અંગે નવિન વરણી થયેલા પ્રમુખ નવિનભાઈએ જણાવ્યુ હતુ કે આગામી દિવસોમાં વેપારીને આવકવેરા અને જી.એસ.ટી.ને લગતી સમસ્યાઓનેનું સુખદ સમાધાન લાવવા માટે પ્રયત્નશીલ રહીશુ. તેમજ વર્ષ દરમિયાન એસોસિએશનના સભ્યો વચ્ચે આત્મીયતા ભાવ જળવાઈ રહે તે માટે પ્રવાસ સહિતના કાર્યક્રમો કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ધી ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્ષ કન્સલ્ટન્ટસના ઉપપ્રમુખ શાંતિલાલ ઠક્કર સહિત માટી સંખ્યમાં એસોસિએશના સભ્યો હાજર રહ્યા હતા.


Download Our B K News Today App



Related News