ડીસા પંથકમાં ટેટી અને તડબુચની આવક વધતાં ભાવોમાં ઘટાડો નોંધાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-21 11:20:57
  • Views : 503
  • Modified Date : 2019-05-21 11:20:57

ડીસા તાલુકામાં ઉનાળા સિઝનમાં શક્કરટેટી અને તડબુચની બહોળા પ્રમાણમાં વાવેતર થયું છે જેને લઈ શક્કરટેટી અને તડબુચના ભાવોમાં ઘટાડો થયો છે.  શરૂઆતમાં વાવેતર કરેલી શક્કરટેટી અને તડબુચના પાકોને  ડીસા તાલુકામાં આવેલી આકાશી આફતમાં મોટું નુકસાન થતાં ઉત્પાદન પણ ઘટ્યું હતું જેથી શક્કરટેટી અને તડબુચના (નરસિંહ દેસાઈ)ભાવો ખુબ સારા મળતા પ્રતિકિલો રૂપિયા ૧પ થી ૧૭ રૂપિયા સુધી વેચાણ થયું હતું પણ પાછોતરા વાવેતર કરેલ અને નુકસાનીથી બચી ગયેલ શક્કરટેટી અને તડબુચનો પાક તૈયાર થતાં આવકમાં નોધપાત્ર વધારો થતાં ભાવોમાં ઘટાડો નોધાયો છે  શરૂઆતમાં માર્કેટયાડમાં આવક ઓછી નોંધાતા ઉંચાભાવે વેચાણ થયુ હતું પણ ત્યારબાદ શક્કરટેટીની આવક વધતા ભાવમાં ઘરખમ ઘટાડો થયો છે.  અત્યારે ડીસા માર્કેટયાર્ડમાં વિપુલ પ્રમાણમાં આવક નોંધાઈ રહી છે. 
ઉપરાંત વરસાદી માહોલના પગલે ખેતરોમાં રહેલી શક્કરટેટીનો બગાડ ના થાય તે માટે ખેડૂતવર્ગ ખેતરોમાંથી શક્કરટેટીને ઉખાડીને માર્કેટયાર્ડમાં  વેચાણ કરવાનું મુનાસીબ માની રહ્યો છે જેને લઈ માર્કેટયાર્ડમાં પણ શક્કરટેટીનો ભરાવો થયો છે જેથી પણ ભાવમાં એકદમ ઘટાડો નોંધાયો હતો.
ડીસા પંથકના ખેડૂતોને શક્કરટેટીનુ ઉત્પાદન સારૂ મળી રહ્યુ છે જેને લઈ છેલ્લા એક સપ્તાહથી શક્કરટેટીની આવક ખુબ મોટો વધારો થયો છે જેથી ભાવમાં પણ પચાસ ટકાનો ઘટાડો નોંધાયો છે.

Download Our B K News Today App



Related News