મેડીકલ ઓફિસરે સેક્ટર ૨૧માં કોરોના રોકવા ટેસ્ટીંગ ડોમ શરૂ કર્યો કે ફેલાવવા ?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-11 11:34:54
  • Views : 308
  • Modified Date : 2021-04-11 11:34:54

રાજ્યમાં કોરોના વાયરસનો બોમ્બ ફૂટ્યો છે. હોસ્પિટલોમાં હાઉસફૂલ થઇ ગઇ છે. ત્યારે ગાંધીનગર શહેર અને જિલ્લામાં રોજના ૮૦ની આસપાસ કેસ સામે આવી રહ્યા છે. ત્યારે સેક્ટર ૨૧મા મહાપાલિકા દ્વારા ઓટો મોબાઇલવાળી લાઇન સામે ટેસ્ટીંગ ડોમ ઉભો કરવામાં આવ્યો છે. વેપારીઓના વિરોધ વચ્ચે મેડીકલ ઓફિસર દ્વારા
 પોતાનુ ધાર્યુ કરી ડોમ ઉભો કર્યો હતો. જ્યારે તેની બિલકુલ
પાછળ ખુલ્લી અને નડતર વિનાની જગ્યા હોવા છતા ડોમ ઉભો કરવામા આવતા માત્ર આજ લાઇનના વેપારીઓને હેરાન કરવા પાછળ કોનો હાથ છે તેની ચર્ચા જઇ રહી છે.
શહેરના સેક્ટર ૨૧માં સિનેમાની આગળ કોરોના ટેસ્ટીંગ ડોમ શરૂ કરાયો છે. જ્યા અનેક લોકો ચેકીંગ માટે આવે છે. ત્યારે  શનિવારે પેટ્રોલ પંપની સામે આવેલી ખુલ્લી જગ્યામાં બીજાે ડોમ ઉભો કરવામાં આવ્યો હતો. ડોમ ઉભો કરતાની સાથે જ
વેપારીઓ દ્વારા હનુમાનજી મંદિર પાસે આવેલી ખુલ્લી જગ્યામાં ઉભો કરવા સુચન કર્યુ હતંુ. વેપારીઓ દ્વારા કહેવામાં પણ આવ્યુ હતુ કે, અહિયા ડોમ ઉભો કરવામાં આવશે તો કોરોના અટકશે નહિ વકરશે. તેમ છતા મેડીકલ ઓફિસરે
પોતાનંુ ધાર્યુ કર્યુ હતંુ.
ઓટો મોબાઇલની લાઇનના વેપારીઓએ કહ્યુ હતંુ કે, અમારી સામે કિન્નાખોરી રાખીને કામગીરી કરાઇ રહી છે. અગાઉ પણ દુકાન સામે રોડની બિલકુલ અડીને દિવાલ બનાવામાં આવી રહી છે. જેનાથી વેપારીઓનો ધંધો પડી ભાગશે તેમા બે મત નથી. જ્યારે કોરોના વકરી રહ્યો છે, તેવા સમયે દુકાનો સામે જ્યા રોજના અનેક લોકો દુકાનમાં આવતા હોય છે ત્યાં કોરોના ટેસ્ટીંગ માટેનો ડોમ ઉભો કરાઇ રહ્યો છે. ત્યારે અહિંયા ચેકીંગ કરવા આવતા લોકોના કારણે કોરોના અટકશે નહિ, વકરશે તેમા બે મત નથી.
બીજી તરફ એક એવી પણ ચર્ચા થઇ રહી છે કે, લાઇનના વેપારીઓને ચોક્કસ કારણ સાથે કોઇ વ્યક્તિ દ્વારા હેરાન કરવામાં આવી રહ્યા છે. સેક્ટર ૨૧ માં અનેક ખુલ્લી જગ્યા હોવા છતા ત્યા ડોમ બનાવાયો નથી. પરંતુ આ લાઇન સામે જ ઉભો કરાયો છે. જ્યારે ભાજપના એક નેતા વહેલી સવારે આ જગ્યા ઉપર નજર નાખીને ગયા હોવાની પણ સ્થાનિક વેપારીઓમાં ચર્ચા થઇ રહી હતી. જાે આ ડોમ અહિં જ ચાલુ રહેશે તો ચૂંટણીમાં ભાજપને ચોક્કસ નુકસાન થઇ શકે તેવા એંધાણ મળી રહ્યા છે.

Download Our B K News Today App



Related News