ધાનેરામાં લબર મુછીયાઓનો આતંક : સરકારી હોસ્પિટલમાં પોલીસ અને મેડિકલ ઓફિસર પર હુમલો કરતા 5 સામે નોંધાઇ ફરિયાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-23 11:52:51
  • Views : 633
  • Modified Date : 2021-08-23 11:52:51

     ધાનેરાની સરકારી હોસ્પિટલમાં ગત મોડી સાંજે બબાલ ચાલી ગઇ હતી જેમાં એક યુવક પર પાંચ કિશોરો ગાડદા પાટું નો માર મારી રહ્યા હતા બનાવને પગલે મેડિકલ ઓફિસર અને બે પોલીસ કર્મચારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને મારામારી કરી રહેલા પાંચ કિશોરોને સમજાવાની કોશિશ કરવા જતા તેમના પર પણ હુમલો કર્યો હતો. લબરમૂછિયા ઓએ પોલીસ કર્મચારીઓ ને ગડદાપાટુનો મારી ગાળાગાળી કરી હતી તેમજ મેડીકલ ઓફિસર પણ હુમલો કરતાં પોલીસે બચાવમાં અને પોલીસ બોલાવવાની ફરજ પડી હતી ત્યારબાદ પોલીસે પાંચેય લબરમૂછિયા ઓએ સામે ગુન્હો વધુ તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે ધાનેરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી લબર મુછીયાઓ નો આતંક વધી ગયો છે તેના કારણે લોકો પણ ગભરાહટની લાગણી અનુભવી રહ્યા છે ત્યારે પોલીસ આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરે તેવી લોકમાંગ સેવાઇ રહી છે.

Download Our B K News Today App



Related News