દિયોદર પંથકમાં ફરી એકવાર વરસાદની એન્ટ્રી ઠેર ઠેર પાણી ભરાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-29 12:27:51
  • Views : 453
  • Modified Date : 2019-08-29 12:27:51

બનાસકાંઠા હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેના પગલે દિયોદર આજુબાજુ વિસ્તારમાં  મંગળવારે મોડી
સાંજથી ધીમીધારે વરસાદનું આગમન થયું હતું. જેમાં ગતરોજ વહેલી સવારે વરસાદ વરસ્યો હતો. નીચણાવિસ્તારમાં પાણી ભરાયા હતા. જો કે
પોલીસ સ્ટેશનના માર્ગ ઉપર
પાણી ભરાયા હતા. એક બાજુ સારો વરસાદ થતા ખેડૂતોમાં
પણ ખુશી જોવા મળી આવી હતી. ત્યારે બીજી તરફ દિયોદર તાલુકામાં લુદ્રા, કોટડા, ગોદા, રાંટીલા, રૈયા, વખા જેવા ગામોમાં પણ વરસાદ સારો
વરસ્યો હતો. જેના કારણે ખેડૂતો ખુશ થયા હતા. લાંબા સમયના વિરામબાદ વરસાદનું આગમન થતા દિયોદર વાસીઓ પણ વરસાદના પાણીએ ભીંજાયા હતા. આ બાબતે ખેડૂતોએ જણાવેલ કે લાંબા સમયના વિરામબાદ વરસાદનું આગમન થયું છે. જેમાં અમારે રાહ જોવાનો અંત આવ્યો છે. સારા વરસાદના કારણે અમને ખેતીમાં જીવતદાન મળ્યું છે.
 

Download Our B K News Today App



Related News