ભીલડી હાઈવે પર ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-22 12:14:35
  • Views : 672
  • Modified Date : 2021-02-22 12:14:35

ભીલડી હાઈવે ઉપર
વાઘપુરાના પાટીયા નજીક ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં સોયાબીન તેલની રેલમછેલ થઇ જવા પામી હતી.
આ અંગેની મળતી વિગતો પ્રમાણે કંડલા તરફથી સોયાબીન તેલ ભરી જઈ રહેલ ટેન્કર નંબર એચ.આર.૫૫ કયુ.૧૧૫૨ ને પાછળથી આવી રહેલી ટ્રક નંબર જીજે.૧૦ ટીએકસ. ૨૦૪૯ એ જાેરદાર ટક્કર મારતા ટેન્કરની પાછળના ભાગેની ટેન્ક તૂટી જતા સોયાબીન તેલની હાઇવે ઉપર રેલમછેલ થઇ જવા પામી હતી જેને લેવા લોકોની પડાપડી થઇ હતી.  તેમાં તેલ ભરવા લોકો
પડા પડી કરવા લાગ્યા હતા.
 ટ્રક ચાલકે ટેન્કરને
પાછળથી ટક્કર મારી ટ્રક પણ રસ્તા ઉપરથી ઉતરી બાજુમાં આવેલા બટાકાના ખેતરમાં ૧૦૦ ફૂટ દૂર જઈ ઊભી રહી હતી જેને લઇ ખેડૂત માલિકને
પણ બટાકા ના પાકમાં મોટું નુકસાન થયું છે. ઉપરાંત ટ્રક અને ટેન્કર અને વ્યાપક નુકશાન થયું હતું. જાેકે સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી.

Download Our B K News Today App



Related News