વડગામ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની છાત્રા વિશ્વ કક્ષાએ ટેનિસમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-13 07:00:43
  • Views : 439
  • Modified Date : 2019-04-13 07:00:43

વડગામ તાલુકામાં આવેલી એક માત્ર કોલેજ યુ.એચ.ચૌધરી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની એક છાત્રા વિશ્વ કક્ષાની  ટેનિસ સ્પર્ધામાં ભારતનું પ્રતનિધિત્વ કરી કોલેજ અને ગામનું,તાલુકાનું નામ રોશન કરનાર પ્રથમ મહિલા છે. જેને સમગ્ર પંથકના લોકોમાં વૈદેહી પ્રત્યે ઉત્સાહની લાગણી જોવા મળી હતી.  તે ટેનિસમાં ખુબ ખુબ આગળ વધે તે માટે લોકોએ ભગવાનને પ્રાર્થના કરી હતી.તાલુકા મથક વડગામમાં આવેલી યુ.એચ.ચૌધરી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સમગ્ર વડગામ તાલુકાના માત્ર એક જ કોલેજ છે. ત્યારે અંતરિયાળ વિસ્તારમાંથી અને  આજુબાજુ  ગામના કેટલાંય વિદ્યાર્થીઓ કોલેજના અભ્યાસ  માટે વડગામમાં આવે છે. ત્યારે આ કોલેજમાં અભ્યાસ કરતી વૈદેહી ચૌધરી નામની વિદ્યાર્થીની ટેનિસની સ્પર્ધામાં વર્લ્ડ યુનિવર્સિટી ચેમ્પિનશિપમાં ફાઈનલ જીતી ચેમ્પિયન બની હતી. હાલમાં તે વર્લ્ડ યુનિવર્સિટી ચેમ્પયનશિપમાં ભારત  ટીમમાં તેની કેપ્ટન તરીકેની પસંદગી કરવામાં આવી છે. ત્યારે વૈદેહીએ વડગામ કોલેજ, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી તેમજ ગુજરાતનું નામ સમગ્ર ભારતમાં અને  વર્લ્ડ નામ રોશન કર્યુ છે. ત્યારે અસાધારણ સિધ્ધિ મેળવવા બદલ વૈદેહી ચૌધરીને કોલેજના પ્રિન્સિપાલ એલ.વી.ગોળ, કોલેજ પરિવારે અભિનંદન પાઠવ્યા હતા. આ વૈદેહીની સફળતા પાછળ તેના માતા પિતા અને કોલેજનો ફાળો મહત્વનો ગણાવ્યો હતો. આગામી જુલાઈ માસમાં ઈટાલી ખાતે રમનારી ટેનિસ વર્લ્ડ યુનિવર્સિટી ચેમ્પિયનશિપ જીતવાની ઈચ્છા પણ વૈદેહીએ વ્યક્ત કરી હતી.


Download Our B K News Today App



Related News