આઈશર ટેમ્પો બાઈકને ઢસડીને ખેતર સુધી લઈ જતા ત્રણ યુવાનોના પ્રાણ નિકળી ગયા, પરિજનોમાં આક્રંદ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-30 11:41:23
  • Views : 441
  • Modified Date : 2020-12-30 11:41:23

    આણંદના ખંભોળજ પાસે આવેલ કણભઈપૂરા ગામે સવારે અરેરાટી ભર્યો બનાવ બન્યો છે. આ વિસ્તારમાંથી પસાર થઈ રહેલા આઈશર ટેમ્પોએ બાઇક ચાલકને ટક્કર મારી ઢસડી પાસેના ખેતર લઈ જઈ અટક્યો હતો. જ્યાં બાઈક સવાર ત્રણ યુવાનોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આઈશર ટેમ્પો ચાલક ઘટના બાદ ફરાર થઈ ગયો છે. ખંભોળજ પોલીસ અકસ્માતના ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી આરંભી છે.આણંદના ખંભોળજ પાસેથી પસાર થતા એક આઈશર ટેમ્પોએ સાવલી નોકરીએ જતા બાઈક સવારોને ખતરનાક ટક્કર મારતાં બાઈક સવાર ત્રણેય યુવાનોના કમકમાટીભર્યા મોત થયા હતા. સવારે 6.30ની આસપાસ બનેલ આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ગમગીની પ્રસરી છે.


    કણભઈપુરાથી સાવલી સમલાયા ખાનગી કંપનીમાં નોકરી કરવા સવારે છ વાગે કણભઈપુરા ગામેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ઓડ બાજુ જતા આઈશર ટેમ્પોએ ખતરનાક રીતે અડફેટે લીધા હતા.આઈશરના આગળના ભાગથી મારેલી ટક્કરમાં ઢસડાઈ બાઈક સવાર યુવાનો ટેમ્પોના પાછળના ભાગે નીકળ્યા હતા. આઈશર ટેમ્પો માર્ગ ઉપરના કેળાના ખેતરમાં ઢસડાઈ ઉભો રહી ગયો હતો. જોકે ત્યાં સુધીમાં ત્રણેય યુવાનો પ્રાણ નિકળી ગયા હતા. આ ઘટનાને પગલે હેબતાઈ ગયેલ ટેમ્પો ડ્રાઈવર ટેમ્પો સ્થળ ઉપર મૂકી ફરાર થઈ ગયો છે. ઓડ 108 ઘટના સ્થળે પહોંચી EMT તેજસ પટેલ અને પાઈલોટ સુરેશભાઈ રાવલ મૃતકોને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા.

    હાલ ખંભોળજ પોલીસ ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. યુવાનીના ઉંમરે પરિવારની જવાબદારી લઈ રોજગારીએ નીકળેલ ત્રણ યુવાનોના અસહ્ય કહી શકાય તેવા મોતને પગલે તેમના પરિજનોમાં આક્રંદ વ્યાપ્યો છે.પરિવારજનો અને સ્નેહીઓ પણ સ્થળ ઉપર પહોંચ્યા છે.મૃતકોના ગામમાં પણ આ અકસ્માતને લઈ માહોલ ગમગીન બન્યો છે.

  બાઈક સવાર ત્રણ યુવાનો

(1)મનુભાઈરણછોડ ભાઈ ઠાકોર રહે, પાડવણીયા
(2)ભરતભાઇ પુજાભાઈ ઠકોર, કણભઈપુરા
​​​​​​​​​​​​​​(3)રાજેશ ભાઇ રમણભાઈ ઠાકોર,ખાનકુઆ

Download Our B K News Today App



Related News