અનેક જિલ્લાઓમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધે તેવી સંભાવના.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-14 16:12:19
  • Views : 97
  • Modified Date : 2023-12-14 16:12:19

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં સૂકુ વાતાવરણ રહે તેવી સંભાવના છે.જ્યારે આગામી 5 દિવસ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના છે. તેમજ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાકમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો જોવા મળે તેવી સંભાવના છે. તો વાદળો આવશે તો તાપમાન વધે તેવી સંભાવના છે.હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. તો ઉત્તર – પૂર્વના ઠંડા પવનથી ગગડ્યો ઠંડીનો પારો જોવા મળ્યો છે. તો અમદાવાદમાં 15.8 ડિગ્રી સાથે સિઝનની સૌથી વધુ ઠંડી નોંધાઈ છે. તો ગત વર્ષે 2 ડિસેમ્બરે 15.9 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. તો હવામાન વિભાગ અનુસાર વાવાઝોડાના કારણે ઠંડી 11 દિવસ મોડી પડે છે.

Download Our B K News Today App



Related News