ગાંધીનગરમાં ૧૪૩ ગામોના સરપંચ સાથે ડીડીઓએ ટેલિફોનિક વાત કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-24 12:15:04
  • Views : 548
  • Modified Date : 2020-05-24 12:15:04

ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી  આર.આર.રાવલે કોરોના વાયરસની મહાબીમારી દરમ્યાન ગાંધીનગર જિલ્લાના ૩૦૩ ગામોમાંથી  ૧૪૩ ગામાના સરપંચો સાથે ટેલિફોનિક કે વોટસ અપ કોલીંગ દ્વારા વાત કરી છે.
ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી આર.આર.રાવલ કોરોના વાયરસની સંક્રમણને અટકાવવાની કામગીરી સુચારું રીતે થાય તે માટે વિવિધ ગામોની મુલાકાત સમયાંતરે કરી રહ્યાં છે. તેમજ અત્યારસુધી જિલ્લા વિકાસ અધિકારીએ જિલ્લાના કુલ ૩૦૩ ગામોમાંથી કુલ ૧૪૩ ગામોના સરપંચો સાથે ટેલિફોનિક કે વોટૂસ કોલીંગ દ્વારા વાતચીત કરી છે.  જેમાં ગાંધીનગર તાલુકાના ૭૪ ગામોમાંથી ૫૭ ગામાના
સરપંચ સાથે, દહેગામ તાલુકામાં ૯૩ ગામોમાંથી ૨૨ ગામોના સરપંચો સાથે, કલોલ તાલુકાના ૬૯ ગામોમાંથી ૩૯ ગામોનો અને માણસા તાલુકાના ૬૭ ગામોમાંથી ૨૫ ગામોના સરપંચ સાથે તેમણે ટેલિફોનિક અને વોટસ કોલીંગના માધ્યમથી વાત કરી ગામની પરિસ્થિતીનો અહેવાલ મેળવ્યા છે.
આ વાતચીત દરમ્યાન જિલ્લા વિકાસ  અધિકારીશ્રીએ ગામના સરપંચ પાસેથી લોક ડાઉનની અમલવારી કેવી થાય છે, ગામના તમામ લોકો માસ્ક પેહર્યા સિવાય ધરની બહાર ન નીકળે તે અંગેની જાગૃત્તિ
આપવા અને માસ્ક પહેરવું ફરજિયાત છે, તેની જાણકારી આપવા, ગામમાં સેનિટાઇઝરનો છંટકાવ થાય છે કે નહિ, સોશ્યિલ ડિસ્ટન્સીંગ જળવાઇ રહે તેની તકેદારી રાખવા અંગેની વિસ્તૃત માહિતી સાથે તેનો અમલ કરવા પણ અનુરોધ કર્યો છે. તેમજ ઉકાળાનું વિતરણ ગામમાં થયું કે નહિ અને ના થયું હોય તો તેની વ્યવસ્થા પણ કરી આપી છે. તે
ઉપરાંત સરપંચ પાસેથી રજૂ થયેલા પ્રશ્નોનું તત્વરિત નિરાકરણ આવે તેની પણ તેમણે ખાસ તકેદારી રાખી હતી.

Download Our B K News Today App



Related News