રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતી કારમાંથી ૨૩ તેલના ડબ્બા મળી આવતા જપ્ત કરાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-13 11:28:03
  • Views : 422
  • Modified Date : 2021-01-13 11:28:03

ગુજરાત-રાજસ્થાન બોર્ડર
પર આવેલ બનાસકાંઠાના નેનાવા ગામ પાસેથી મંગળવારે શંકાસ્પદ તેલને જથ્થો
ઝડપાયો છે. રાજસ્થાનથી ગુજરાતમાં આવી રહેલી ૨૩ તેલના ડબ્બા ભરેલી ગાડી સહિત ૨.૨૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ધાનેરા
પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાત રાજસ્થાન બોર્ડર
 પર આવેલ ધાનેરા તાલુકાના નેનાવા ગામ પાસેથી
શંકાસ્પદ તેલનો જથ્થો
પોલીસે ઝડપી પાડ્યો છે. ધાનેરા પોલીસ વાહન ચેકીંગમાં હતી તે સમયે રાજસ્થાન તરફથી આવી રહેલી એક ઇકો કાર
શંકાસ્પદ જણાતા પોલીસે  ઊભી રખાવી તલાશી લીધી હતી. ગાડીની તલાશી લેતાં તેમાંથી શંકાસ્પદ તેલના ડબ્બા મળી આવ્યા હતા. જેથી
પોલીસે ૨૩ તેલના ડબ્બા અને કાર સહિત કુલ ૨.૨૩ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ બનાસકાંઠા જિલ્લા ફુડ વિભાગને પણ આ અંગેની જાણ કરી શંકાસ્પદ તેલના સેમ્પલ લેવા માટે જાણ કરી છે. જ્યારે ધાનેરા પોલીસે ગાડી ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠાનુ ડીસા શહેર ડુપ્લીકેટ ઘી અને તેલ બનાવવા માટે પકાયેલું છે. અહીંથી અનેકવાર નકલી ઘી અને તેલનો જથ્થો પણ
ઝડપાયો છે. ત્યારે ફરી એકવાર ગુજરાત રાજસ્થાનમાં અખાદ્ય ચીજ વસ્તુઓની હેરાફેરીને ઝડપી પાડી ધાનેરા પોલીસે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News