ડીસાની આદર્શ વિદ્યા સંકુલ ખાતે કોરોનાવાયરસ ને મહામારી બાદ પ્રથમવાર ટેક વિન્ડો સ્પર્ધા યોજાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-04 11:33:26
  • Views : 271
  • Modified Date : 2021-10-04 11:33:26

આજરોજ ડીસાની આદર્શ વિધાસંકુલ ખાતે બનાસકાંઠા એશોસીએશન ઓફ ટેકવિન્ડો દ્વારા લાંબા સમયના વિરામ બાદ પ્રથમવાર સ્પર્ધાનું યોજન કરવામાં આવ્યું હતું. કોરોનાવાયરસ ની મહામારીમાં છેલ્લા બે વર્ષથી શાળા-કોલેજો બંધ થતા તમામ રમતો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો સતત કોરોના વાયરસના કેસોમાં વધારો થતાં વિદ્યાર્થીઓમાં કોરોના નું સંક્રમણ વધે નહીં તે માટે સરકાર દ્વારા તમામ ભેદ પાડતી જગ્યા ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો જેના કારણે છેલ્લા બે વર્ષથી તમામ રમત-ગમતો બંધ કરી દેવામાં આવી હતી પરંતુ હવે કેમ કોરોનાવાયરસ ની મહામારી ઓછી થઈ રહી છે તેમ તેમ સરકાર દ્વારા શાળા કોલેજો શરૂ કરવામાં આવી છે અને હવે શાળા કોલેજો શરૂ થતાની સાથે રમતગમતની પણ શરૂઆત થઈ ગઈ છે જેના કારણે લાંબા સમયના વિરામબાદ વિદ્યાર્થીઓ રમતગમત ક્ષેત્રે જોડાઈ અને પોતાના માં રહેલું કૌશલ્ય ફરી એકવાર મેદાન પર બતાવી રહ્યા છે. ત્યારે આજે ડીસાની આદર્શ વિદ્યા સંકુલ ખાતે ટેક વિન્ડો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું સ્પર્ધામાં મોટીસંખ્યામાં બનાસકાંઠા જિલ્લાની વિવિધ શાળાઓ માટે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.આજની સ્પર્ધાના અધ્યક્ષ રાણાભાઈ માળી હતા.તેમજ માધ્યમિક વિભાગના વ્યાયામ શિક્ષક હરેશભાઈ પવાયા, ઈશ્વરભાઈ રાવળ, રમેશભાઈ ઠાકોર, સામાળભાઈ ચૌધરી, મનીષભાઈ માળી તેમજ વિવિધ તાલુકાના ટિમ મેનેજર અને કોચ હાજર રહ્યા હતા.સંસ્કાર ફાઉન્ડેશન દ્વારા સમગ્ર રમતનું આયોજન કરવામાં આવ્યું હતું. રમતમાં જિલ્લાભર માંથી મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લઈ ઉત્સાહભેર પોતાનામાં રહેલ કૌશલ્ય બતાવ્યું હતું.

Download Our B K News Today App



Related News