મતદારયાદીની કામગીરીમાં બીએલઓને સરકારી ટેબલેટ ફાળવવા રજૂઆત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-04 12:07:21
  • Views : 463
  • Modified Date : 2019-09-04 12:07:21

પાલનપુર તાલુકાના બીએલઓને એક માસની અંદર દરેક મતદારના ઘરે જઇ તેમના ફોટા સાથેની નવી મતદારયાદી બીએલઓના અંગત મોબાઇલની એપમાં ભરવા જણાવાયું છે. તેનાથી નારાજ બીએલઓએ આ કામગીરી માટે પોતાને સરકારી મોબાઇલ અથવા ટેબલેટ આપવામાં આવે તેવી રજૂઆત કરી હતી.
પાલનપુર તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા મંગળવારે પાલનપુર જિલ્લા કલેકટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી. જેમાં જણાવાયું હતુ કે, તારીખ ૩૦ ઓગષ્ટના રોજ બોલાવાયેલી બીએલઓની મીટિંગમાં એક માસની અંદર દરેક મતદારોના ઘરેઘરે જઇ તેઓના ફોટા સાથેની નવી મતદાર યાદી બીએલઓના અંગત મોબાઇલ ફોનમાં એપ ડાઉનલોડ કરી તેમાં તમામ વિગતો ભરવા જણાવાયું છે. ત્યારે બીએલઓ અંગત મોબાઇલ, ઇન્ટરનેટ ડેટા તથા રેમનો ઉપયોગ કરવા કરતાં સરકાર મારફતે ટેબલેટ ફાળવવામાં આવે તે જરૂરી છે. આ કામગીરી માટે બે માસ કરતાં વધુ સમય ફાળવવામાં આવે અને ઓન ડયુટી કામગીરી કરવાની છુટ આપવામાં આવે, નિવૃત થનાર શિક્ષકોને આ કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવે, મહેનતાણાનો દર બમણો કરવામાં આવે, અગાઉ લોકસભાની ચૂંટણીમાં પાવતીબુકની વહેચવાનું મહેનતાણું આપવામાં આવે તેમજ શિક્ષકો સિવાય પણ અન્ય ૧૪ ખાતાના કર્મચારીઓને આ કામગીરી આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News