બનાસકાંઠા જિલ્લાના શિક્ષકોએ તમામ ધારાસભ્યોને આવેદનપત્ર આપી નવી પેન્શન યોજના બંધ કરી જૂની પેન્શન યોજના ચાલુ કરવા માટે રજુઆત કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-20 13:00:46
  • Views : 383
  • Modified Date : 2021-09-20 13:00:46

     સરકારે 1 4 2005 પછી ભરતી થયેલા તમામ શિક્ષકોને જૂની પેન્શન યોજના બંધ કરી નવી પેન્શન યોજના શરૂ કરી છે. જોકે નવી પેન્શન યોજનામાં શિક્ષકોને નિવૃત્તિ પછી પેન્શન રૂપે મળતી રકમ ખૂબ જ ઓછી છે જે માટે આજે બનાસકાંઠા જિલ્લાના શિક્ષકોએ તમામ ધારાસભ્યોને આવેદનપત્ર આપ્યું હતું. બનાસકાંઠા જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ સંજય દવે સહિત શિક્ષકોએ પણ ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા ને આવેદનપત્ર આપ્યું હતું અને જૂની પેન્શન યોજના બંધ કરી જૂની પેન્શન યોજના જ ચાલુ રાખવા માટે રજૂઆત કરી હતી. નવી પેન્શન યોજના શરૂ થતા બનાસકાંઠા જિલ્લાના બે લાખ જેટલા શિક્ષકોને પણ તેની અસર થાય છે. આ નવી યીજના ના વિરોધ માં શિક્ષકોએ અગાઉ દિલ્હી માં જંતર મંતર ખાતે પણ ધરણા યોજ્યા હતા અને રાષ્ટ્રપતિ સુધી આ મામલે રજૂઆત કરી હતી તેમ છતાં પણ હજુ સુધી સરકારે આ મામલે કોઇ વિચારણા કરી નથી ત્યારે હવે શિક્ષકોએ તમામ ધારાસભ્યોને આવેદનપત્ર આપી સરકાર સુધી શિક્ષકો નો અવાજ પહોંચાડવા માટે રજૂઆત કરી હતી.

Download Our B K News Today App



Related News