કલ્યાણપુરની શાળામાં બાળકો સાથે શિક્ષકોએ બનાવી રસોઈ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-21 16:25:31
  • Views : 78
  • Modified Date : 2023-12-21 16:25:31

આધુનિક યુગમાં બાળકોને શાળામાં કોમ્પ્યુટર કે અન્ય રમતોને લગતી પ્રવૃત્તિ કરતા આપણે જોયા હશે. અને સામાન્ય રીતે આપણે પણ એવી જ ઈચ્છા રાખીએ છીએ કે બાળકો શાળામાં અવનવી વસ્તુઓ શીખે.પરંતુ શાળામાં નાના બાળકો દેશી રસોઈ કરતા નજરે પડે તો ? આપણે બધાને ચોક્કસ નવાઈ લાગે વાત છે. દેવભૂમિદ્વારકાની કલ્યાણપુર પંથકમાં જ્યાં શાળામાં બાળકો જાતે જ દેશી ભોજન બનાવે છે.જી, હા કલ્યાણપુર તાલુકાના હરીપર પ્રાથમિક શાળાના બાળકો રોટલા અને રિંગણાનો ઓળો બનાવતા હોય તેવો વીડિયો વાયરલ થયો.જેમાં બાળકો સાથે શિક્ષકો પણ રોટલા અને રિંગણાનો ઓળો બનાવતા નજરે પડે છે.આ બાળકોનો વીડિયો એટલો વાયરલ થયો છે કે ખુદ શિક્ષણ પ્રધાને નોંધ લીધી છે.અને તે શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસરિયાએ સરાહના કરી છે. શાળાના શિક્ષક અને બાળકો સાથે વીડિયો કોલમાં વાત કરીને શિક્ષણ પ્રધાને અભિનંદન પાઠવ્યાં હતા.

Download Our B K News Today App



Related News