ડીસા તાલુકાના આસેડા પ્રાથમિક શાળા ખાતે શિક્ષકનો વિદાય સમારંભ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-30 11:22:21
  • Views : 255
  • Modified Date : 2022-04-30 11:22:21

ડીસા તાલુકાના આસેડા પ્રાથમિક શાળા ખાતે શિક્ષકનો વિદાય સમારંભ યોજાયો

 

ડીસા તાલુકાના આસેડા પ્રાથમિક શાળા ખાતે શિક્ષક તરીકે છેલ્લા ૨૫ વર્ષથી સેવા આપતા રાજુભાઈ બારોટનો આજે શાળા પરિવાર દ્વારા વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો રાજુભાઇ બારોટે શિક્ષક તરીકે આસેડા પ્રાથમિક શાળા ખાતે 25 વર્ષથી ફરજ બજાવી હતી. અને તેમની આ 25 વર્ષની શિક્ષક તરીકેની ભૂમિકામાં અનેક વિદ્યાર્થીઓને તેમને શિક્ષણ પૂરું પાડ્યું હતું ત્યારે આજે 25 વર્ષનો તેમનો શિક્ષક તરીકેનો આસેડા પ્રાથમિક શાળા ખાતે ફરજ પૂરી થતા આજે વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો આ વિદાય સમારંભમાં આસેડા ગામના વાલીઓ વિદ્યાર્થીઓ અને આસેડા પ્રાથમિક શાળાના શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તેમને શુભેચ્છા પાઠવી હતી અને તેમનો આવનારું જીવન સુખમય નિવડે તે માટે પણ તેમને શુભેચ્છા પાઠવી હતી આજે યોજાયેલા આ વિદાય સમારંભમાં તમામ શિક્ષકોએ તેમનું સન્માન પણ કર્યું હતું

Download Our B K News Today App



Related News