ડીસાની આદર્શ વિદ્યા સંકુલ ખાતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-09-05 17:07:40
  • Views : 199
  • Modified Date : 2022-09-05 17:07:40

5 સપ્ટેમ્બર એટલે શિક્ષક દિન સમગ્ર દેશમાં પાંચ સપ્ટેમ્બર એટલે કે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ ના જન્મદિવસની ઉજવણી શિક્ષક બની કરવામાં આવે છે જે અંતર્ગત આજે સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ નિમિત્તે ડીસા શહેરમાં પણ તમામ શાળાઓ ખાતે વિદ્યાર્થીઓ શિક્ષક બની શિક્ષક દિનની ઉજવણી કરી હતી જે અંતર્ગત આજે ડીસાની આદર્શ વિદ્યા સંકુલ ખાતે પણ આજે વિદ્યાર્થીઓ શિક્ષક બની બાળકોને શિક્ષણ આપ્યું હતું આજે યોજાયેલા આ શિક્ષક દિન નિમિત્તે શિક્ષક બનેલા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે જીવનમાં શિક્ષકનું કેટલું મહત્વ છે તેમજ શિક્ષકે વિદ્યાર્થીઓને કેવી રીતે અભ્યાસ આપવો તે આજે એક દિવસમાં જાણવા મળ્યું હતું આજે યોજાયેલા શિક્ષક દિનમાં તમામ 57 જેટલા વિદ્યાર્થીઓ શિક્ષક બની અલગ અલગ વિષયો પર વિદ્યાર્થીઓને જ્ઞાન આપ્યું હતું અને સાચા શિક્ષકની ભૂમિકા અદા કરી હતી જે બાદ આદર્શ વિદ્યા સંકુલ ખાતે તમામ શિક્ષકોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આજે આદર્શ વિદ્યા સંકુલ ખાતે યોજાયેલા આ શિક્ષક દિન નિમિત્તે શિક્ષક બનેલા વિદ્યાર્થીઓમાં પણ એક આનંદ જોવા મળ્યો હતો સંસ્કાર મંડળ ડીસા સંચાલિત આદર્શ પ્રાથમિક શાળામાં આજે શિક્ષકની ઉજવણી કરવામાં આવી હતી બાળકોમાં શિક્ષણની સાથે સાથે અન્ય વ્યવહારૂ જ્ઞાનનો વિકાસ થાય તે માટે ડીસા શહેરમાંથી જુદા જુદા વિષયમાં નિષ્ણાત મહાનુભાવોને બોલાવીને વર્ગમાં તેમના જ્ઞાનનો લાભ પણ વિદ્યાર્થીઓને આજના દિવસે આપવામાં આવ્યો હતો.

Download Our B K News Today App



Related News