આસેડા પગાર કેન્દ્ર શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-09-05 17:30:42
  • Views : 195
  • Modified Date : 2022-09-05 17:30:42

શિક્ષકોને આદર આપવા માટે દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારેઆજે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લાની શાળાઓમાં નાના વિદ્યાર્થીઓ પણ શિક્ષક બની અન્ય વિદ્યાર્થીઓને શિક્ષણ આપી શિક્ષક ની મહત્તા સમજી હતી. દેશના શિક્ષકો માટે આદર અને સન્માનનો દિવસ છે. શિક્ષક, વિદ્વાન અને ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધા કૃષ્ણનની જન્મજયંતિ, સમગ્ર દેશ શિક્ષક દિવસ તરીકે ઉત્સાહથી ઉજવી રહ્યો છે. શિક્ષક દિનની ઉજવણીના ભાગરૂપે આજે ડીસા તાલુકાના આસેડા પગાર કેન્દ્ર શાળામાં પણ શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી હતી. આજના દિવસની શરૂઆત વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થનાથી થઈ હતી. તેમજ વિદ્યાર્થીઓમાં એક શિક્ષક તરીકેના ગુણો વિકસે તેવાં હેતુ સાથે આજના દિવસે શાળાનું સંપૂર્ણ શૈક્ષણિક કાર્ય વિદ્યાર્થી દ્વારા કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ તેમની શાળામાં, પોતાની સાથે જ ભણતા વિદ્યાર્થીઓને એક શિક્ષક તરીકે ભણાવી શિક્ષક તરીકેની ભૂમિકા ભજવી હતી અને એક શ્રેષ્ઠ શિક્ષક બનવા તરફની શરૂઆત કરી હતી.શિક્ષકદિનની ઉજવણી શા માટે કરવામાં આવે છે, શિક્ષકનું આપણા જીવનમાં શું મહત્વ છે અને વિદ્યાર્થીઓ પોતાના શિક્ષકોનો આભાર માની શકે અને તેમનું સન્માન કરી શકે તે હેતુ સાથે શિક્ષકનો મહિમા વિદ્યાર્થીઓ ને સમજાવાયો હતો. . . .

Download Our B K News Today App



Related News