બોર્ડની પરીક્ષાઓ પહેલા રાજ્યની તમામ સ્કૂલોએ ટીચર અને સ્કૂલ રજિસ્ટ્રેશન ફરજિયાત કરવું પડશે, જાણો ઓનલાઈન પ્રોસેસ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-07 16:16:52
  • Views : 369
  • Modified Date : 2021-01-07 16:16:52

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે સંકળાયેલી તમામ સ્કૂલોએ વર્ષ 2021ની બોર્ડની જાહેર પરીક્ષાઓના આવેદનપત્રો ભરતા પહેલા સ્કૂલ રજિસ્ટ્રેશન અને પરીક્ષણ કાર્ય માટે ટીચર રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ફરજિયાત પૂર્ણ કરવી પડશે. સ્કૂલ રજિસ્ટ્રેશન અને ટીચર રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ઓનલાઈન કરી શકાશે.

    સ્કૂલ રજિસ્ટ્રેશન માટે ધોરણના ચાલુ વર્ગોની માધ્યમવાર વિદ્યાર્થીઓની સંખ્યા અચૂક ભરવી પડશે, તથા સ્કૂલનું નામ અને એડ્રેસની પણ ખરાઈ કરવાની રહેશે. જો તેમાં કોઈ સુધારો હોય તો સુધારાના ઓર્ડર સાથે બોર્ડની સ્કૂલ નિયંત્રણ શાખાનો રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે. ચાલુ વર્ષે જે સ્કૂલોને નવા ઈન્ડેક્સ નંબર ફાળવવામાં આવ્યા છે, તે સ્કૂલોએ તેમની ક્રમિક વર્ગની અરજી સમયે જે ઈ-મેઈલ આઈડી ભરવામાં આવ્યું હતું. તે જ ઈ-મેલ આઈડી પર પાસવર્ડ મોકલી આપવામાં આવશે. જો ઈ-મેઈલ આઈડી ભરવામાં ભૂલ કરી હોય તો પાસવર્ડ મેળવવા માટે સ્કૂલના લેટરપેડ પર gsebhelp@gmail.com પર રજૂઆત મોકલવી પડશે.

    ટીચર રજિસ્ટ્રેશનની વાત કરીએ તો તેમાં શિક્ષકોની માહિતી અપડેટ કરવી પડશે. જેમાં નવા શિક્ષકો ઉમેરવા, છૂટા થયેલા, રિટાયર્ડ કે રાજીનામુ આપેલા શિક્ષકો Inactive કરવાના રહેશે. શિક્ષકોના હાલ ભણાવતા વિષય તેમજ અનુભવની વિગત, તેમના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના અનુભવની માહિતી તથા કુલ અનુભવની વિગત ચોક્સાઈપૂર્વક સુધારવાની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. આ સમગ્ર ડેટાની જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ કરવામાં આવશે.


Download Our B K News Today App



Related News