થરાદ મામલતદાર અને ટીડીઓની ઓચિંતી રેડ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-18 11:49:27
  • Views : 3805
  • Modified Date : 2020-12-18 11:49:27

થરાદ તાલુકાના ભાચર ગામમાં ગ્રામ પંચાયતની મંજૂરી વગર ભૂમાફિયાઓ ગૌચરની જમીનમાંથી માટીનું જાહેર ખનન કરતા હતા. ત્યારે  ખાનગી બાતમીના આધારે થરાદ મામલતદાર કચેરીથી નાયબ મામલતદાર હિતેશભાઈ ભરવાડ તેમજ તાલુકા વિકાસ અધિકારી વિજયભાઈ ચૌધરી તેમની ટીમ સાથે રાખી ભાચર ગામે રેડ કરી હતી. રેડ કરતાં જમીનનું ખનન કરતા ત્રણ  હાઈવા અને એક રોડર મળી આવ્યું હતું. તેને કબજે લઈ
પંચાયતને સોંપવામાં આવ્યું  હતું.  કાયદેસર માટીનું  ખેંચાણ  કરતા વાહનો સામે કાયદાકીય કાર્યવાહી ચાલુ કરી તેમાં તેનો કેટલા ભાગમાં માટી લીધી  છે તેનું માપ નક્કી કરી ઘટનાસ્થળનું પંચનામુ કરી
રીપોર્ટ બનાવી ખનીજ  વિભાગને આપ્યો હતો. આ ઓચિંતી રેડ કરવાથી બિનકાયદેસર ખનન કરતા લોકોમાં ફફડાટ મચી ગયો છે.

Download Our B K News Today App



Related News