વડગામ ગ્રામ પંચાયતના વિસીઓએઇઓએલની કામગીરી ન કરવા ટીડીઓને આવેદનપત્ર આપ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-28 12:08:42
  • Views : 393
  • Modified Date : 2020-02-28 12:08:42

વડગામ તાલુકાની ગ્રામ
પંચાયતના કમ્પ્યુટર ઓપરેટર વિસીઓએ ઇઓએલની કામગીરી ન કરવા વડગામ ટીડીઓને આવેદન આપ્યું હતું. આ ઈઓએલ સર્વેનું કામ મિશન મંગલમની બહેનોએ ના કરતા તેના દસ દિવસ થવા છતાં ડેટા એન્ટ્રી ના થતા હજુ  કોઈ ફોર્મ ભરાયાં જ નથી અને આં કામ વિસીઓ પૂર્ણ કરી શકે તેમ નથી.
વડગામ તાલુકાની ગ્રામ
પંચાયતના કમ્પ્યુટર ઓપરેટર વિસીઓએ ઇઓએલની કામગીરી ન કરવા વડગામ ટીડીઓ એ.એચ.પરમારને આવેદન આપ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે ઇઓએલની સર્વેની કામગીરી મિશન મંગલમની બહેનોને કરવાની હતી અને જેની ડેટા એન્ટ્રી ગ્રામ પંચાયતના કમ્પ્યુટર ઓપરેટરે કરવાની હતી. પણ સમયમર્યાદા પૂરી થયાના દસ દિવસ પછી પણ  મિશન મંગલમની બહેનોએ કોઈ ફોર્મ ન ભરતા કમ્પ્યુટર ઓપરેટરોને સર્વે કરવા અને ડેટા એન્ટ્રી કરવા જાણ કરી હતી.  તેમજ વિસીઓએ સર્વે અને ડેટા એન્ટ્રી કરી શકીએ તેમ નથી તેવી વડગામ ટીડીઓ એ.એચ.પરમારને લેખિત રજૂઆત કરી હતી. વધુમાં જણાવ્યું હતું કે અમે ગુજરાત સરકારની ડિજિટલ સેવાઓ જેવીકે જન્મ મરણના દાખલા, ૭(૧૨) ૮અ ના ઉતારા બીજી કેટલીય સરકારી યોજનાઓના કામો કરી રહ્યા છીએ જેને લઇ કમ્પ્યુટર ઓપરેટરો વીસીઓને ગામમાં ફરીને સર્વે કરવું અને તેની ડેટા એન્ટ્રી કરવા માટેનો સમય રહેતો નથી. તેથી તેઓએ લેખિત રજૂઆત વડગામ ટીડીઓને કરી હતી અને સર્વેનું અને એન્ટ્રીનું કામ કરી શકીએ તેમ નથી તેવું જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News