છાપી હાઈવે ઉપર દબાણની અરજી મળતા ટીડીઓએ તપાસ હાથ ધરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-19 11:43:32
  • Views : 301
  • Modified Date : 2021-03-19 11:43:32

વડગામ તાલુકાના વેપારી મથક ગણાતા છાપી હાઈવે પર કુદકે ને ભુસકે વિકાસ વધી રહ્યો છે તેની સાથે સાથે હોટલો, કોમ્પલેક્ષો દ્વારા દબાણોનો રાફડો થઇ જવા પામ્યો છે જેને લઈ રોડ રસ્તાઓ સાકડા થઇ જતા ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન પામતા છાપીના જાગ્રૃત નાગરિક દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરતાં અરજીની નોંેધ લઈ વડગામ તાલુકા વિકાસ અધિકારી તેમજ છાપી સરપંચ તેમજ બીજા કર્મચારીઓ દ્વારા  છાપી હાઈવે પર આવી પંચાયત રેકર્ડ દ્વારા  દુકાનો, હોટલો, કોમ્પલેક્ષોનું થયેલ બાધકામનું માપતાલ કરતા રોડથી ૨૧ મીટર, ૪૦ ફુટ, ૫૦ ફુટ ની અંદર થયેલ દબાણ જણાઈ આવતા ટી.ડી.ઓ. દ્વારા સત્વરે દબાણ દુર કરવા જણાવવામાં આવ્યું. તેમજ છાપી પંચાયતને પણ દબાણદોરોને નોટીસ ફટકારવા હુકમ કરાયો હતો. ગુરૂવારે ઓચિંતા વડગામ તાલુકા
પંચાયતની ટીમ દબાણ અર્થે
તપાસ કરતાં દબાણદારોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો. આ કામગીરી દરમિયાન ટીમ દ્વારા મેજરપટ્ટીથી માપણી કરતા દુકાનો, હોટલોના મસમોટા
પાક્કા દબાણો જણાઈ આવ્યા હતા.  માપણી કરી તપાસ ટીમ પરત ફરતા હાઈવે વિસ્તારના લોકોમાં કુતૂહલ સર્જાયું હતું કે આ દબાણો દુર થશે કે પછી ગોદડે ગોટી વાળી દેવાશે.

Download Our B K News Today App



Related News