તાઉ-તે : દિલ્હીમાં વરસાદનો 120 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો, રાજસ્થાનમાં 14 કલાક સુધી વાદળા વરસ્યા; કેદારનાથમાં બરફવર્ષા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-20 17:29:00
  • Views : 433
  • Modified Date : 2021-05-20 17:29:00

    તાઉ તે વાવાઝોડાં અનેક રાજ્યોના હવામાનનો મિજાજ બગાડી નાખ્યો છે. સામાન્ય રીતે જ્યાં મેમાં અકળાવી નાખનાર ગરમી પડે છે, ત્યારે દેશના 6 રાજ્યોમાં વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે અહીં તાપમાન ઘટી ગયું છે. હવામાન વિભાગ (IMD) મુજબ વાવાઝોડાંને કારણે દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડનાં ભારે વરસાદ પડી રહ્યો છે. દિલ્હીમાં વરસાદનો 120 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો છે.

    બુધવારે અહીં 119.3 મિલીમીટર વરસાદ થયો, જે 1901થી અત્યાર સુધીમાં મેમાં એક દિવસમાં પડેલો સૌથી વધુ વરસાદ છે.રાજસ્થાનમાં સતત 14 કલાક સુધી વરસાદ પ્ડયો તો કેદારનાથના પહાડો પર બરફવર્ષા શરૂ થઈ ગયો છે. હવામાન વિભાગ મુજબ હાલ બંગાળના ખાડીમાં આવી રહેલા યાસ વાવાઝોડાંનો ખતરો પણ અનેક રાજ્યોમાં જોવા મળી રહ્યો છે, જે 22થી 26 મે વચ્ચે પોતાની અસર દેખાડી શકે છે.

Download Our B K News Today App



Related News