ટાટા ગૃપ ધોલેરામાં સ્થાપશે સેમિકન્ડક્ટર પ્લાન્ટ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-02 16:52:10
  • Views : 87
  • Modified Date : 2024-03-02 16:52:10

ટાટા ગ્રુપ પણ ધોલેરામાં તેનો સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવા જઈ રહ્યું છે. કેન્દ્ર સરકારની જાહેરાત બાદ ટાટા ગ્રુપના ચેરમેન એન. ચંદ્રશેખરે તેમની ટીમ સાથે ધોલેરામાં તે સ્થળની મુલાકાત લીધી જ્યાં તેમનો પ્લાન્ટ સ્થાપિત થવા જઈ રહ્યો છે.તેઓ હેલિકોપ્ટર દ્વારા આવ્યા અને તેમના અધિકારીઓ પાસેથી માહિતી લીધી હતી. ટાટા ગ્રુપ આગામી 3 મહિનામાં પ્લાન્ટ બનાવવાનું કામ શરૂ કરશે. ટાટા ગ્રુપે જાહેરાત કરી છે કે ગુજરાતના ધોલેરામાં PSMC સાથે ભાગીદારીમાં પ્લાન્ટનું બાંધકામ આ વર્ષે શરૂ થશે.ધોલેરામાં ટાટા ઈલેક્ટ્રોનિક્સ પાવરચિપ સેમિકન્ડક્ટર મેનુ. કોર્પો. ના સહયોગથી પ્લાન્ટ સ્થાપાશે અને તેમાં રુપિયા 91,000 કરોડનું રોકાણ થશે.આ પ્લાન્ટના નિર્માણથી અહીં 20,000 થી વધુ નોકરીઓનું સર્જન થશે. કેન્દ્રીય કેબિનેટે પીએસએમસી સાથે ભાગીદારીમાં ધોલેરા ખાતે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવાની ટાટા ઈલેક્ટ્રોનિક્સની દરખાસ્તને મંજૂરી આપી છે.ચેરમેને તાજેતરમાં જણાવ્યું હતું કે, જૂથ બે મહિનામાં રાજ્યના સાણંદમાં લિથિયમ આયન બેટરી બનાવવા માટે 20 GW ની ગીગાફેક્ટરી પણ શરૂ કરવા જઈ રહ્યું છે. ઓટોમોટિવ, કમ્પ્યુટિંગ અને ડેટા સ્ટોરેજ, વાયરલેસ કોમ્યુનિકેશન્સ અને AI જેવા બજારોમાં વધતી માંગને ધ્યાને રાખીને પાવર મેનેજમેન્ટ IC, ડિસ્પ્લે ડ્રાઇવર્સ, માઇક્રોકન્ટ્રોલર્સ અને ઉચ્ચ-પ્રદર્શન કમ્પ્યુટિંગ લોજિક જેવી એપ્લિકેશનો માટેની ચિપ્સ અહીં બનાવવામાં આવશે.

Download Our B K News Today App



Related News