વડગામ તાલુકાના શેરપુરા (સે) માં તરસ્કરોનો તરખાટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-27 11:21:34
  • Views : 433
  • Modified Date : 2019-09-27 11:21:34

વડગામ તાલુકાના અહમદપુરા દૂધ મંડળીમાં
ગુરૂવારે થયેલ  ચોરીની સાહી
પણ સુકાઇ નથી. ત્યાં વડગામ તાલુકાના  શેરપુરા (સેંભર) આવેલ દૂધ મંડળીમાં તરસ્કરો દ્વારા તાળા તોડીને  ચોરી કરીને રફુચક્કર થઈ જતાં ચકચાર મચી ગઇ છે. પોલીસ માટે પણ ચેલેન્જ બની છે બે દિવસમાં વડગામ પંથકની બે દૂધ મંડળીને નિસાન બનાવતાં  હડકંપ મચી જવા પામ્યો છે.
શેરપુરા(સેભર) માં આવેલી દૂધ મંડળીમાં બુધવારની રાત્રીના સમયે કોઇ અજાણ્યા તસ્કરો દ્વારા તાળા તોડીને અંદર પ્રવેશ કરીને ટેબલમાં પડેલા રૂ. ૪ હજાર જેટલી રકમની ચોરી કરી હતી. જ્યારે દુધના ફેટ માટેના મશીનનું મીક્ચર તેમજ કોમ્પ્યુટર સાથે અંદર પડેલા કાગળોને ઉથલ પાથલ કરીને નુકસાન પહોંચાડવા આવ્યું હતું. આ અંગેની જાણ સવારે ડેરીના મંત્રીને થતાં તેઓએ ચેરમેન અને વડગામ પોલીસને જાણ કરી હતી. આ બાબતે ચેરમેન મેઘરાજભાઈ તેમજ ડેરીના  મંત્રી બિહારી શાહબાઝ ખાને
જણાવ્યું હતું કે ડેરીના ટેબલમાંથી ૪ હજાર રૂપિયા જેટલી રકમની ચોરી કરીને લઇ જવાઇ છે તેમજ, અંદર રહેલ સાધન સામગ્રીને નુકસાન
પહોંચાડવામાં આવ્યું છે.
પોલીસ દ્વારા આવીને તપાસ કરતાં સીસીટીવી કેમેરામાં બાઈક પર ત્રણ યુવાન આવ્યા હતા અને તેમાંથી એક બહાર બાઈક પર હતો અને બીજા બે માથા પર ટોપી અને મોઢા પર રૂમાલ બાંધેલા જોવા મળ્યા હતા. પોલીસે  સીસીટીવીની મદદ લઇને  આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News