સામઢી રાણાજીવાસમાં કરીયાણાની દુકાન અને પાર્લરમાં તસ્કરોનો તરખાટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-26 11:44:44
  • Views : 492
  • Modified Date : 2019-10-26 11:44:44

સામઢી રાણાજીવાસ ખાતે રહેતા સેવંતીભાઈ વીરચંદભાઈ શાહ ગામમાં કરીયાણાની દુકાન ચલાવે છે. રોજની જેમ ગુરૂવાર રાતે તેમની દુકાન બંધ કરી
પોતાના ઘરે ગયા હતા. તે દરમિયાન રાત્રીના સુમારે કોઈ અજાણ્યા તસ્કરો તેમની દુકાનના શટર તોડી અંદર રહેલા કરીયાણાનો સામાન તેમજ તેલના ડબ્બા મળી
પચાસહજારની કિંમતના મુદામાલની ચોરી કરી લઈ ગયેલ અને બાજુમાં ચાલતા પ્રવિણગીરી ગૌસ્વામીના પાન પાર્લરમાંથી ચાર હજારના સામાનની ચોરી કરી લઈ ગયા હોવાનું માલુમ
પડતાં ગઢ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી હતી. જે અંગેનો ગુનો નોંધી ગઢ પોલીસે તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે કારમી મંદીના કારણે હવે રોજબરોજ ચોરી અને લૂંટના બનાવો વધી રહ્યા છે.

Download Our B K News Today App



Related News