દિયોદરના ઓઢા ગામે મંદિરમાં તસ્કરોનો હાથ ફેરો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-04 11:42:17
  • Views : 411
  • Modified Date : 2019-12-04 11:42:17

દિયોદર તાલુકામાં ફૂલ ગુલાબી ઠંડીના આગમન સાથે ચોરીઓનો સિલસીલો ચાલુ થયો છે. તાલુકામાં કોઈ અઠવાડિયું ખાલી નથી જતું ચોરીના બનાવથી. ત્યાર મંગળવારે મોડી રાત્રીના સમયે દિયોદરના ઓઢા ગામે આવેલ મંદિરમાં ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા.
ઓઢા ખાતે આવેલ ભીલ વાસ સ્થિત સિગોતર માતાજીના મંદિરમાં ચોરીના ઇરાદે આવેલ ઈસમ દ્વારા માતાજીના ગળામાં પહેરવાના આભુસણ સોનાના ૐ, ડોડી, વાહડી  અંદાજીત ૫૦ હજારની કિંમત તેમજ દાન પેટીમાંથી રોકડ રકમની ચોરી થવા પામી હતી. આ બાબતની જાણ  સવારે પૂજા અર્થે આવતા નરસિંહભાઈ ભીલને મંદિરમાં ચોરી થયેલ માલુમ પડતા તેઓએ સમાજ અને ગામના આગેવાનોની હાજરીમાં  પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ગામમાં વારંવાર ચોરીઓના બનાવો બની રહ્યા છે. ક્યાંક મંદિર તો ક્યાંક દુકાનોમાંથી ચોરી, તો ક્યાંક ખેતરોમાં વીજ કેબલ ફુવારાની ચોરીના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. તો દિયોદર પોલીસ જાગૃત બની પેટ્રોલિંગ વધારે તે જરૂરી છે.

Download Our B K News Today App



Related News