ડીસાના રામસણ ગામમાં એક રાતમાં ૧૪ જગ્યાએ તસ્કરો ત્રાટક્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-01 11:35:41
  • Views : 403
  • Modified Date : 2020-01-01 11:35:41

ડીસા તાલુકાના રામસણ ગામમાં ગતમોડી રાત્રિએ ચોરીની સનસનીખેજ ઘટના સામે આવી છે. ચોરી કરતા
પહેલા તસ્કરોએ મુખ્ય વીજલાઇન કાપી આખા ગામમાં અંધારપટ કર્યુ હતુ. આ પછી એકસાથે ૯ મકાન અને
૫ મંદિરના તાળા તોડી અંદાજીત ૧૦ લાખથી વધુ મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ઘટનાની જાણ થતા ફફડી ઉઠેલા ગામલોકોએ ચોરીની જાણ આગથળા
પોલીસને કરતા પોલીસે તાત્કાલિક દોડી આવી તપાસ હાથ ધરી છે. તસ્કરોની
ચોંકાવનારી હરકતથી પંથકમાં ખળભળાટ મચી ગયો છે.
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રામસણ ગામે ગત મોડીરાત્રિએ એકથી વધુ સંખ્યામાં તસ્કરોએ સામુહિક
ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. ચોરી કરતા અગાઉ તસ્કરોએ ગામની વીજડીપીની લાઇન કાપી દીધી હતી. જેનાથી આખા ગામમાં એકસાથે અંધારપટ છવાઇ જતા તસ્કરોને મોકળું મેદાન મળી ગયુ હતુ અને અગાઉથી મેળવેલી વિગતોને આધારે તસ્કરો એકસાથે ૯ મકાન અને ૫ મંદિરમાં ચોરી કરી હતી. આ તસ્કરો ૧૪ સ્થળોએથી સરેરાશ ૧૦ લાખથી વધુની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
આગોતરા આયોજન સાથે અપાયેલ ચોરીના અંજામને ઉકેલવા આગથળા પોલીસે ઘટનસ્થળેથી પુરાવા એકઠાં કરી તસ્કરોનું પગેરૂ મેળવવાના ચક્રો ગતિમાન કર્યા છે.    

Download Our B K News Today App



Related News