દિયોદરના વખા ગામે તસ્કરો ત્રાટકયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-29 11:28:39
  • Views : 469
  • Modified Date : 2019-06-29 11:28:39

દિયોદર તાલુકાના વખા ગામે દીકરીના લગ્નમાં આવેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી થતા ભારે ફફડાટ મચી જવા પામી છે. જેમાં અજાણ્યા ઈસમોએ ખેતરમાં પ્રવેશ કરી ઘરમાંથી પેટી તોડી દાગીનાની ઉઠાંતરી કરી છે.
જાણવા મળતી માહિતી મુજબ દિયોદર તાલુકાના વખા ગામે રહેતા લીલાભાઈ પરમારના ઘરે થોડાં સમય પહેલાં તેમની બે દીકરીના લગ્ન યોજાયા હતા. જેમાં લગ્નમાં ખરીદેલ દાગીના અને રોકડ રકમ ઘરના અંદર એક પેટીમાં રાખેલ હતા. ત્યારે ગતરાત્રીના સમય કોઈ અજાણ્યા ઈસમોએ ઘરમાં પ્રવેશ કરી ઘરનો દરવાજા ખોલી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ઉઠાંતરી કરી પલાયન થઈ ગયા હતા. વહેલી સવારે ઘરના પરિવારજનો જાગતા ચોરી થઈ હોવાનું દેખાતા ઘરમાં તપાસ કરી હતી. જેમાં દીકરીના લગ્નના દાગીના અને ૧ લાખ રૂપિયા રોકડા કુલ મળી ર,૭૦ હજારની ચોરી થઈ હોવાનું ધ્યાને આવતા, માલીકે દિયોદર પોલીસ મથક ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી હતી. જે મામલે દિયોદર પોલીસે ડોગ સ્કોડની મદદ લઈ તપાસ હાથ ધરી છે. એક બાજુ દિયોદર પોલીસ રાત્રીના સમય પોલીસ પેટ્રોલિગના દાવા કરે છે. ત્યારે ચોર  ટોળકી પોલીસને ચેલેન્જ આપી રહેણાંક મકાનને નિશાન બનાવી રહી છે. ત્યારે હવે જાવાનું એ રહે છે કે ક્યારે પોલીસ તંત્ર આ ચોર ટોળકીને ઝડપી પાડે છે કે પછી ચોર ટોળકી વધુ એક ચોરીને અંજામ આપે છે. 

Download Our B K News Today App



Related News