થરા ભક્તિનગર સોસાયટીમાં બે મકાનોમાં તસ્કરો ત્રાટકયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-11 12:15:24
  • Views : 605
  • Modified Date : 2019-12-11 12:15:24

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામાં આવેલી ભક્તિનગર સોસાયટીની અંદર આવેલ બે બંધ મકાનોની તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો. બંને મકાન માલિક ઘરે ના રહેતા હોઈ ચોરોએ મકાનની અંદર રહેલા રોકડ રકમ તેમજ દાગીના સહિતના મુદામાલ ચોરી થયાની થરા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરાઈ હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર ગત રાત્રીના કાંકરેજ તાલુકાના
વહેપારી મથક થરામાં આવેલ ભક્તિનગર સોસાયટીમાં આવેલ ચમનજી વિરચંદજી
ઠાકોર (તાતીયાણા) હાલ રહે. પાલનપુર જે પોતાના ભક્તિનગર સોસાયટીમાં આવેલ તેમના મકાનની દર શનિવારે રવિવારે આવતા હોઈ ગત ૮/૧૨/૨૦૧૯ ના સાંજે થરાથી પાલનપુર  મકાનના દરવાજાને તાળું લગાવી
પાલનપુર ગયા હતા. જ્યારે બીજા દિવસે વહેલી સવારે સોસાયટીવાળાઓએ જણાવ્યું હતું કે તેમના મકાનની અંદર તાળું તૂટેલ હતું. મકાન માલિક ઘરે આવી તપાસ કરતા મકાનની અંદર રહેલા તિજોરીઓમાંથી અંદાજીત રોકડ રકમ ૩૧, ૬૦૦ તેમજ
સોના-ચાંદીના દાગીના મળી આશરે ૭૫ હજારથી વધુ મુદામાલની ચોરી થયાનું મકાન માલિકે જણાવ્યું હતું.  આ બાબતે થરા પોલીસ સ્ટેશનમાં જાણ કરાઈ હતી. આ ઉપરાંત તેમની નજીક સામે  ભાગે આવેલ સ્વ.દાનાભાઇ ગગાભાઈ પટેલ રહે.રવીયાણાના બંધ મકાનને પણ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. મકાનની અંદરથી કેટલો મુદામાલ ચોરાયો તે જાણવા મળ્યું નથી.  જગાએ ચોરી થઈ છે તેની આજુબાજુના સી.સી.ટી.વી. ફૂટેજ જોવાનુ ચાલુ છે. હજુ સુધી ફરિયાદ નોંધાઈ  નથી.


Download Our B K News Today App



Related News