દહેગામના કડજાેદરામાં પરિવાર લગ્નમાં ગયાને તસ્કરો ઘર સાફ કરી ગયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-29 11:30:04
  • Views : 276
  • Modified Date : 2021-01-29 11:30:04

દહેગામ તાલુકાના છેવાડે આવેલા કડજાેદરા ગામમાં
પરિવાર ગામમા જ લગ્નમાં જતા તસ્કરોએ ઘરને ટાર્ગેટ બનાવી ૮૩ હજાર રોકડ સહિતની માલમત્તા લઇને ફરાર થઇ ગયા હતા. બીજી તરફ ફરિયાદી જ્યારે ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન ગયો ત્યારે રોકડ ૫૦ હજારની જગ્યાએ માત્ર ૧૫ હજારની રોકડ ચોરી લખાવવા કહવાયંુ હતંુ. જેને લઇને ફરિયાદી પણ મુશ્કેલી અનુભવતો હતો. તેની સાથે મંદિર ઉપરના શિખરની પણ ચોરી થઇ હોવાનંુ સામે આવ્યંુ હતંુ.
સામાન્ય રીતે પોલીસ બદનામી ના થાય માટે ચોરી સહિતની ફરિયાદો લેવાનુ ટાળતી હોય છે. પરંતુ ફરિયાદી મજબુત થઇ જાય એટલે ના છૂટકે ફરિયાદ લેવી પડતી હોય છે. ત્યારે દહેગામ તાલુકાના કડજાેદરા ગામમાં લગનમાં ગયેલા પરિવારના ઘરમાં તસ્કરોએ ખાતર પાડ્યુ હતુ. ભૂપતસિંહ માનસિંહ ઝાલા
બપોરના સમયે ઘર બંધ કરીને લગ્નમા જતા ચોરી થવા પામી હતી. જેમાં ૫૦ હજાર રોકડા અને ચાંદીના દાગીનાની ચોરી થઇ હતી. ત્યારે રખિયાલ
પોલીસ દ્વારા ૫૦ હજાર રોકડની જગ્યાએ ૧૫ હજારની ચોરીની ફરિયાદ દાખલ કરી હતી.
બીજી તરફ ગામમાં જ આવેલા મંદિર ઉપરથી શિખરની ચોરી થઇ હતી. જ્યારે જિંડવા અને કડજાેદરા ગામમા પણ એક જ દિવસે અન્ય ચોરી થઇ હતી. ત્યારે રખિયાલ પોલીસના રાજમાં એક જ દિવસે ત્રણ ચોરી થઇ હતી. જેમાં બે ચોરીમાં ફરિયાદ થવા પામી નથી. પરંતુ પોલીસ શા માટે ઓછી રકમ લખાવવા ફરજ પાડી રહી છે. તે બાબતે લોકોમાં અનેક સવાલો થઇ રહ્યા છે.

Download Our B K News Today App



Related News