ઢીમામાં વૃદ્ધ મહિલાના હાથમાંથી બંગડીઓ લઈ તસ્કરો ફરાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-27 11:25:55
  • Views : 407
  • Modified Date : 2019-09-27 11:25:55

સરહદી વાવ તાલુકાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમા આજે અસુરક્ષિત યાત્રાધામ બન્યુ છે. અસામાજિક તત્વો, દારૂડિયાઓ અને બુટલેગરો સહિત ચોરીઓ કરનાર તત્વોએ યાત્રાધામને બાનમાં લીધું હોય તેમ ચોરીના બનાવોમાં ચિંતાજનક રીતે વધારો થયો છે.
ત્યારે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વાવ તાલુકાના યાત્રાધામ ઢીમામાં  ગુરૂવારે સવારે ૧૧.૩૦ વાગે ધોળે દિવસે જૈન વાસમાં સુરેશકુમાર કીર્તિલાલ પારેખના મકાનમાં રહેતા ચૌધરી કનુભાઈ રહે મુ.પો.ઢીમા (મુળ વતન.ગાંધીનગર )જેઓ બન્ને પતિ પÂત્ન નોકરી પર હતા. ત્યારે અજાણ્યા શખ્સોએ તેમના ઘરે આવીને તેમના સાસુ જેઓ બાળકોની સંભાળ રાખવા માટે ઘરે રહે છે. બે શખ્સોએ તેમની પાસે પીવાનું પાણી માગ્યું હતું ત્યારે માજીને શક ગયો હોવાથી પાણી આપ્યું નહોતું છતાં પણ એ વ્યક્તિ ત્યાંજ ઉભો રહ્યો અને માજી દરવાજા પાસે આવ્યા એટલે તેને બંધ દરવાજે બન્ને હાથમાં કેમિકલ લગાવી સોનાની ત્રણ તોલાની બંગડીઓ કાઢી માજીને કહ્યુ તમે હવે હાથ ધોઈ લો માજી હાથ ધોઈને આવ્યા ત્યારે ખબર પડી કે બંગડીઓ તો પેલા લોકો હાથમાંથી લઈ ગયા છે. ત્યારે કનુભાઈ ચૌધરીએ નોકરીએથી પરત આવી વાવ પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે અહીં જૈન દેરાસરમાં આવેલ સીસીટીવી ફૂટેજ બંધ હોવાથી તપાસમાં મુશ્કેલીઓ પડી રહી છે.

Download Our B K News Today App



Related News