કોટડા ગામની સીમમાંથી પશુ તસ્કરી કરતા બે ઝડપાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-08 11:31:50
  • Views : 1445
  • Modified Date : 2020-06-08 11:31:50

લાખણી તાલુકાના કોટડા ગામની સીમમાંથી પાડા અને વાછરડા એકઠા કરતા બે શખ્સોને ગામ લોકોએ રંગેહાથ પકડયા હતા.
બે ઈસમો પર ગામ લોકોને શંકા જતા બન્ને ઉપર નજર રાખતા કોટડા ગામની સીમમાં પાડા અને વાછરડા એકઠા કરી ડાલાની મદદ લઇ ધાનેરા લઈ જવાની તૈયારીમાં હતા ત્યારે ગામ લોકોએ બંનેને ઝડપી લઇ સરપંચને જાણ કરી હતી.
સરપંચ અને ગામ લોકોની તપાસ બાદ એક ઈસમ કોટડા ગામનો અને એમ ધાનેરા નો મુસ્લિમ સમાજનો ઈસમ હોવાનું બહાર આવ્યું હતું. ગામના સરપંચ હર્ષનભાઈ પટેલ દ્વારા આગથળા પોલીસ મથકે જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે આવી બન્ને શખ્સોને પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા.

Download Our B K News Today App



Related News