ભારત માતાનો ફોટો નીચે મુકતા તર્ક વિતર્ક

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-19 12:22:49
  • Views : 652
  • Modified Date : 2019-11-19 12:22:49

ગુજરાતમાં ર૪ વર્ષનું એક હથ્થુ શાસન કરતી ભાજપની જે દેન તેના કાર્યકરો છે પણ હવે સત્તાના નશામાં હોદ્દેદારો હોય કે સંયોજક પણ સેક્ટર ૧૬ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભારતમાતાની દુર્દશા કેવી છે અને ભારત માતા કોણ છે તે ફોટો મુકેલ તેની પરથી ઘણું બધું કહી જાય છે.
ભારતના વડાપ્રધાન તથા મુખ્યમંત્રીથી લઈને પણ હંમેશા ભારતમાં નો ફોટો સ્ટેજ ઉપર રાખીને પછી કાર્યક્રમ શરૂ કરતા હોય છે.  ત્યારે અહીંયા તો ભારત માતાનો ફોટો ઉપર નહીં પરંતુ સ્ટેજના પગથિયા પર લગાવેલો હતો. તેના પરથી જાણે ભારત માતાનું અપમાન થતું હોય તેવું લાગી રહ્યું હતું. ભારત માતા એટલે આપણી સૌની  મા ભૌમ.  સ્ટેજ નીચે ભારત માતાનો ફોટા પાસે  પગરખાનો ખડકલો કર્યો હોય તેમ ભારત માતાનું અપમાન થઈ રહ્યું છે. ભાજપ દ્વારા સેક્ટર - ૧૬ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી પણ હાજર હતા ત્યારે ખરેખર શહેર સંગઠનને આટલી મોટી ગંભીર ભૂલનું ધ્યાન રાખવાની જરૂર હતી. હંમેશા સંગઠનો પર્વ મીટિંગ સભા હોય ત્યારે ભારત માતાનો ફોટો હોય કે પોષક પડદા લગાવ્યા હોય પણ સૌથી ઊંચા અને ઉપર ભારત માતાનો ફોટો આવે. ત્યારે ભારત માતાનો ફોટો જે
સંગઠને મૂક્યો છે તેમાં ભાજપનું કમળનું નિશાન અને ભારત માતાનો ફોટો સ્ટેજની નીચે મૂકે છે તે પાર્ટીની ઈમેજ અને પાર્ટીને પણ હવે નીચે લાવી દીધો છે.

Download Our B K News Today App



Related News