મેનકા ગાંધીએ કચ્છના તરતા ઊંટને બચાવવા ગુજરાત સરકાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-19 14:02:14
  • Views : 621
  • Modified Date : 2019-05-19 14:02:14

કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી આજે ગુજરાત પ્રવાસે છે. તેમણે અમદાવાદમાં પિપલ્સ ફોર એનિમલ્સ હોસ્પિટલનું ભૂમિ પૂજન કર્યું હતું. આ પ્રસંગે તેમણે ગુજરાત સરકાર પાસેથી કચ્છના એક ખાસ પ્રકારના ઊંટને પાણીમાં તરતા મૂકવાની મંજરી માંગી હતી.ગુજરાતમાં ત્રણ જાતના ઊંટ છે, જેમાં એક પ્રકારના ઊંટ પાણીમાં તરી શકે છે. પણ ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા આ ઊંટને પાણીમાં તરવાની મંજુરી આપતા નથી. આથી આ પ્રકારની જાતિ નામશેષ થઈ રહી હોવાનો દાવો મેનકા ગાંધીએ કર્યો છે. રાજ્ય સરકાર સામે આવા ઊંટ માત્ર 3500 જ રહ્યા હોવાથી તેને બચાવવાની માંગણી કરી અને પાણીમાં તરતા ઊંટને પાણીમાં તરવાની મંજુરી આપવાની માંગણી કરી છે. સ્વીમીંગ કરનારા ઊંટને ગુજરાતમાં ખારાઈ ઊંટ કહેવાય છે. ખારાઈનો અર્થ ગુજરાતમીં મીઠું થાય છે. જેઓ 3 કિલોમીટર સુધી તરી શકે છે. તેઓ ખારા પાણીમાં ઉગતી વન્સપતિને ખાઈને જીવે છે. તેને ફકીરાની જાટ સમુદાયના લોકો પાળે છે. આ સમુદાયના લોકો તેને ઈસ્માઈલ જાટ તરીકે પણ ઓળખે છે. સ્થાનિક લોકોનું કહેવુ છે કે, તેઓ સમુદ્રી જળ પીને જીવિત રહી શકે છે. દુનિયાના એકમાત્ર તરનારા ઊંટનું પાલન રબારી તથા જાટ દ્વારા કરવામાં આવે છે. 2012માં આવા ઊંટની સંખઅયા માત્ર 4000 હતી. દરિયાઈ વનસ્પતિ મેંગ્રુવ્સમાં ઘટાડો થવાથી આ ઊંટ પણ ગાયબ થઈ રહ્યા છે. આ કારણે ખારાઈ ઊંટ વિલુપ્ત થઈ રહ્યાં છે. કહેવાય છે કે, જો તમે આ પ્રકારના ઊંટનુ દૂધ પીઓ છો, તો તમારા ડાયાબિટીસ વહેલા સારો થઈ જશે. 

Download Our B K News Today App



Related News