તારાપુર-ઉમરેઠ તાલુકા પંચાયતની પેટાચૂંટણી 29 ડિસેમ્બરે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-04 14:03:29
  • Views : 406
  • Modified Date : 2019-12-04 14:03:29

રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગર દ્વારા રાજ્યની તાલુકા કષાએ  જિલ્લા પંચાયતોની ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણી જાહેર કરવામાં આવી છે. જેમાં આણંદ જિલ્લામાં આવેલી તારાપુર તાલુકા પંચાયતની બે અને ઉમરેઠ તાલુકા પંચાયતની એક બેઠકનો સમાવેશ કરાયો છે. જેમાં ખાલી પડેલી તાલુકા પંચાયતની ત્રણેય બેઠકોની પેટાચૂંટણી આગામી તા.29 ડિસેમ્બરે યોજાશે. તારાપુર તાલુકા પંચાયતની અગાઉ યોજાયેલ ચૂંટણીની કુલ 16 બેઠકો ઉપરથી ભાજપ અને કોંગ્રેસના એકસરખા આઠ-આઠ સભ્યો વિજેતા બન્યા હતાં. પરંતુ તાલુકા પંચાયતમાં સત્તા માટે રચાયેલ નવા સમીકરણમાં ભાજપના મેન્ડેટ ઉપર વિજેતા બનેલા બે સભ્યો ભાજપને રામરામ કરી કોંગ્રેસમાં જોડાઈ ગયા હતાં. જેમાં ભાજપના મેન્ડેટ ઉપર ચૂંટાયેલા ઉદેસિંહ પરમારને મેહુલ ડાભીની દરખાસ્તથી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બનાવ્યા હતાં. આ મામલે ભાજપે ઉદેસિંહ પરમાર અને મેહુલ ડાભી સામે પક્ષાંતર ધારાનો કેસ દાખલ કર્યો હતો. જેનો ચુકાદો આવતા મેહુલ ડાભી અને ઉદેસિંહ પરમારને તાલુકા પંચાયતના સભ્યપદેથી સસ્પેન્ડ કરાયા હતાં. જેથી તારાપુર ત્રણ અને ચારની બેઠકો ખાલી પડી હતી. જ્યારે ઉમરેઠ તાલુકા પંચાયતની કુલ 22 બેઠકોમાંથી 14 બેઠકો ઉપર કોંગ્રેસ અને આઠ બેઠકો ઉપર ભાજપના સભ્યો વિજેતા બન્યાં હતાં. જે પૈકીની શીલી બેઠકના ભાજપના  પ્રભાતસિંહ ચાવડાનું થોડાસમય અગાઉ નિધન થતાં શીલી બેઠક ખાલી પડી હતી. જેના કારણે રાજ્ય ચૂંટણી આયોગે તાલુકા પંચાયતોની ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણી યોજવાનું જાહેર કર્યું છે. જેમાં ચૂંટણીનું જાહેરનામું તા. 9મી ડિસેમ્બરે પ્રસિધ્ધ કરાશે અને 14 ડિસેમબર સુધી ઉમેદવારો ઉમેદવારીપત્રો ભરી શકાશે. જેમાં ભરેલાં ઉમેદવારીપત્રોની ચકાસણી 16 ડિસેમ્બરે અને ઉમેદવારીપત્રો પરત ખેંચવાની છેલ્લી તા. 17 ડિસેમ્બર જાહેર કરી છે. જેનું મતદાન તા. 29 ડિસેમ્બરે થશે તેમજ મતગણતરી 31 ડિસેમ્બરે યોજાશે. 

Download Our B K News Today App



Related News