તાપમાનમાં થઈ રહ્યો છે સતત ઘટાડો માઉન્ટ આબુમાં તાપમાન જીરો ડિગ્રી પહોંચ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-24 11:35:22
  • Views : 385
  • Modified Date : 2020-11-24 11:35:22

 રાજસ્થાનના સિરોહીનું અને બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. રવિવારની રાત માઉન્ટની ઠંડી રાત હતી. અહીંનું તાપમાન જીરો ડિગ્રી નોંધાયું છે.
રાજસ્થાન રાજ્યમાં વધી રહેલી ઠંડીને કારણે લોકોની દિનચર્યામાં ફેરફાર થઇ ગયો છે. જ્યારે સિરોહી જિલ્લામાં  તાપમાનના પારામાં સતત ઘટાડો નોંધાય છે. પારો ઘટવાના કારણે મેદાનોમાં ઝાકળના  ટીપાં જોવા મળ્યાં હતા. જ્યારે હોટલોની બહાર અને વાહનોમાં બરફ જામેલો જોવા મળ્યો હતો.
ઠંડીની વધતી અસરો વચ્ચે લોકો લાંબા સમયથી તેમના ઘરોમાં પુરાઈ રહ્યા છે. માઉન્ટ આબુમાં  પારો સતત ઘટી રહ્યો છે. બે દિવસથી જ્યાં પારો ૧ ડિગ્રી હતો ત્યાં રવિવારે રાત્રે લઘુત્તમ તાપમાન જીરો પર આવી ગયું છે. લઘુત્તમ તાપમાન જીરો ડિગ્રી અને મહત્તમ તાપમાન ૨૧ ડિગ્રી નોંધાયું હતું. લોકો ઠંડીથી બચવા માટે શિયાળામાં ગરમ કપડાં અને તાપણાનો આશરો લે છે. આ સિઝનમાં પર્યટકો પ્રકૃતિની મજા લઇ રહ્યા છે, તેથી ઘણાં
પર્યટકો લાંબા સમય સુધી હોટલોમાં રોકાઈ જાય છે. સવારે  ચા ની ચૂસકી સાથે સૂર્યના કુમળા તડકાને માણી પ્રવાસીઓ ઠંડીથી બચવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા.

Download Our B K News Today App



Related News